Home /News /entertainment /સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી, જાણો શું છે મામલો
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી, જાણો શું છે મામલો
મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. ફાઇલ ફોટો.
મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ ગેંગે ઘણા વર્ષો પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબ જેવી ઘટના બને તેવું મુંબઈ પોલીસ નથી ઇચ્છતી, એટલે પોલીસે ભાઈની સુરક્ષા વધારી દીધી છે.
પંજાબના ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાના થોડા દિવસો બાદ મુંબઈ પોલીસે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા (Salman Khan security) વધારી દીધી છે. મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi)નું નામ સામે આવવાથી સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરાયો છે
સિદ્ધુ મુસેવાલા હત્યાના કેસમાં પોલીસે પ્રથમ ધરપકડ કરી છે. પંજાબ પોલીસ (Punjab Police)એ ઉત્તરાખંડથી અટકાયતમાં લેવાયેલા મનપ્રીત સિંહ (Manpreet Singh) નામના શખ્સની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
બોલિવૂડના ભાઈની સુરક્ષામાં વધારો
આ ગેંગે ઘણા વર્ષો પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબ જેવી ઘટના બને તેવું મુંબઈ પોલીસ નથી ઇચ્છતી, એટલે પોલીસે ભાઈની સુરક્ષા વધારી દીધી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સલમાન ખાન બિશ્નોઇ ગેંગની ગતિવિધિથી સુરક્ષિત રહે તે માટે મુંબઇ પોલીસે તેની સંપૂર્ણ સુરક્ષા વધારી દીધી છે. મુંબઈ પોલીસ સલમાનના એપાર્ટમેન્ટની આસપાસ હાજર રહેશે.
આ પહેલા સલમાન હમ સાથ સાથ હૈંના શૂટિંગ દરમિયાન કાળિયાર હરણ શિકાર કેસ બાદ બિશ્નોઇના રડાર પર હતો. લોરેન્સ બિશ્નોઇએ કાળા હરણના શિકારના કેસમાં સલમાન ખાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ સમાજ કાળિયાર હરણને પવિત્ર માને છે અને તેના શિકાર બાબતે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સલમાનની હત્યાનું ષડયંત્ર
2020માં સલમાનની હત્યાના કાવતરાના આરોપસર ધરપકડ કરાયેલા બિશ્નોઇના નજીકના સાથીઓમાંના એક રાહુલ ઉર્ફે સુન્નીએ કબૂલાત કરી હતી કે, તેણે સલમાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તે હત્યાની રેકી કરવા માટે મુંબઇ પણ ગયો હતો.
આ ઉપરાંત 2008માં કોર્ટની બહાર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, તે જોધપુરમાં સલમાન ખાનને મારી નાખશે. તેણે એમ પણ કહ્યું હતું કે, મેં હજી સુધી કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે તમે સલમાન ખાનને મારીશ, ત્યારે તમને ખબર પડશે.
ગત 29મીએ થઈ હતી સિદ્ધુ મુસેવાલાની હત્યા
રવિવારે પંજાબના માણસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી, હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર