'ધ કપિલ શર્મા શો' બાદ સલમાન ખાન લાવશે નવો ટીવી શો

News18 Gujarati
Updated: February 6, 2019, 5:59 PM IST
'ધ કપિલ શર્મા શો' બાદ સલમાન ખાન લાવશે નવો ટીવી શો
સલમાન ખાન લાવશે નવો ટીવી શો

હવે સલમાન ખાન તેના ભાઇ સોહેલને હીરો તરીકે લઇ એક નવો ટીવી શો બનાવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ફિલ્મી દુનિયાનો 'દબંગ' સલમાન ખાન ટીવીની દુનિયામાં પણ સફળ સાબિત થયો છે. 'બિગ બોસ' અને 'દસ કા દમ' જેવા શોના હોસ્ટ તરીકે સલમાન પહેલાં જ હિટ રહ્યો છે. હવે સલમાન ખાન શોઝ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, 'ધ કપિલ શર્મ શો'ની જબરદસ્ત સફળતા બાદ હવે સલમાન ખાન તેના ભાઇ સોહેલને હીરો તરીકે લઇ એક નવો ટીવી શો બનાવશે.

કહેવાય છે કે, સલમાનનો નવો શો જાણીતા રેસલર ગામા પહેલવાનના જીવન પર આધારિત હશે. શોમાં સોહેલ ખાન સાથે સાથિયા ફેમ મોહમ્મદ નઝીમ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. શોને પુનીત ઇસ્સર ડાયરેક્ટ કરશે. મુંબઇ મિરરના રિપોર્ટ પ્રમાણે, સીરિયલ એપ્રિલમાં ફ્લોર પર આવશે. આને લંડન અને પંજાબમાં શૂટ કરવાની યોજના છે. શોના જુલાઇમાં પ્રીમિયર પહેલાં મેકર્સ એક સાથે કેટલાક એપિસોડ શૂટ કરવા માગે છે.

આ પણ વાંચો: અર્જુન કપૂર સાથે ગ્લેમરસ અવતારમાં પાર્ટી કરતી જોવા મળી મલાઇકા

ઉલ્લેખનીય છે કે, પહેલાં સલમાન આ કહાણી પર ફિલ્મ બનાવવાનો હતો, પરંતુ જ્હોન અબ્રાહમ પણ આ વિષય પર જ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. જે બાદ સલમાને ટીવી શો બનાવવાનું નક્કી કર્યું.

 
First published: February 6, 2019, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading