મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધન બાદ સામે આવ્યા તેમના લગ્નના 22 વર્ષ જૂના PHOTOS

14 ફેબ્રુઆરી 1999ના રોજ મંદિરા અને રાજના લગ્ન થયા હતા. (તસવીર સાભાર- Instagram @namastebollywood.in)

સોશિયલ મીડિયા પર જ્યારથી મંદિરા બેદી અને રાજ કૌશલના લગ્નની આ તસવીરો સામે આવી છે ત્યારથી લોકો તેને જોઈને ખૂબ ભાવુક થઈ રહ્યા છે

 • Share this:
  મુંબઈ. બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદી (Mandira Bedi) પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેના પતિ રાજ કૌશલ (Raj Kaushal)નું બુધવારે સવારે હાર્ટઅટેકના કારણે નિધન થયું છે. રાજના નિધનથી એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. એક તરફ જ્યાં મંદિરા અને તેના બાળકો આઘાતમાં છે, તો બીજી તરફ રાજ કૌશલના નિધન પર બોલિવૂડ (Bollywood)ની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર મંદિરા અને રાજની એક તસવીર વાયરલ (Viral Photo) થઈ રહી છે, તે તેમના લગ્ન સમયની છે. એટલે કે આ તસવીર 22 વર્ષ જૂની છે. નોંધનીય છે કે, મંદિરા અને રાજના લગ્ન વર્ષ 1999માં થયા હતા.

  સોશિયલ મીડિયા પર જ્યારથી આ તસવીર આવી છે, લોકો તેને જોઈને ખૂબ ભાવુક થઈ રહ્યા છે અને રાજને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વાત 1996ની છે, જ્યારે મંદિરા બેદી એક શો માટે ઓડિશન આપવા ગઈ હતી. તે સમયે રાજ કૌશલ મુકુલ આનંદના ચીફ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. પહેલીવાર બંનેએ એક બીજાને આ સમયે જોયા હતા. મંદિરા બેદીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં પણ કામ કર્યું હતું. પરંતુ રાજ કૌશલે એક વાર મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ પહેલા ક્યારેફ મંદિરાને ધ્યાનથી નથી જોઈ.

  આ પણ વાંચો, Gulshan Kumar Murder Case: બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો, દોષી મર્ચન્ટની આજીવન કેદની સજા બરકરાર


  (તસવીર સાભાર- Instagram @namastebollywood.in)


  મુલાકાત ધીમે-ધીમે પ્રેમમાં ફેરવાઈ અને પછી મંદિરા અને રાજ કૌશલે એક બીજા સાથે જીવન પસાર કરવાનો નિર્ણય કર્યો. મંદિરા બેદી જ્યાં પોતાના પ્રોફેશન-કરિયર અને લુકને લઈને શરુઆતથી જ ખૂબ સેન્સિટિવ છે, તો બીજી તરફ રાજ કૌશલ દિલના સાફ અને મસ્ત મૌલા વ્યક્તિ હતા.

  આ પણ વાંચો, Xiaomiના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી થયા મોંઘા, અહીં જાણો કિંમતમાં કેટલો થયો વધારો

  મંદિરાને મળીને રાજ કૌશલીનો પરિવાર ખૂબ ખુશ થયો હતો. તો બીજી તરફ, મંદિરા બેદીનો પરિવાર આ લગ્ન માટે પહેલા તૈયાર નહોતો થયો, પરંતુ બાદમાં માની ગયા હતા. 14 ફેબ્રુઆરી 1999ના રોજ બંનેના લગ્ન થયા હતા. લગ્નના 12 વર્ષ બાદ મંદિરાએ દીકરા વીરને જન્મ આપ્યો. ગયા વર્ષે મંદિરા બેદી અને રાજ કૌશલે એક બાળકીને દત્તક લીધી અને પોતાના પરિવારનો હિસ્સો બનાવી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: