COVID-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, દીકરાએ આપી હેલ્થ અપડેટ

News18 Gujarati
Updated: September 20, 2020, 3:39 PM IST
COVID-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, દીકરાએ આપી હેલ્થ અપડેટ
SP બાલાસુબ્રમણ્યમ (ફાઇલ ફોટો)

હાલમાં જ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે. આ જાણકારી તેમનાં દીકરાએ વીડિયો મેસેજ દ્વારા આપી છે.

  • Share this:
મુંબઇ : બોલિવૂડ સહિત તમિલ, તેલુગૂ અને અન્ય ભાષાઓનાં સદાબહાર સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ (SP BalaSubramaniam) ગત એક મહિનાથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ છે. તેમનાં ફેન્સ સતત તેમનાં સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. SP બાલાસુબ્રમણ્યમ હાલમાં ચેન્નઇનાં એજીએમ હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમનો ઇલાજ ચાલુ છે. હાલમાં જ તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હાલમાં પણ તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

બાલાસુબ્રમણ્યમનાં દીકરા એસપી ચરણે તેમનાં પિતાની હેલ્થ અપડેટ જારી કરી છે જેમાં દીકરાએ પિતાની વર્તમાન હાલત અંગે માહિતી આપી છે. બાલાસુબ્રમણ્યમનાં દીકરાએ જણાવ્યું છએ કે, હવે તેમની સ્થિતિ પહેલાં કરતાં સારી છે. તેઓએ ખાવાનું શરૂ કરી દીધુ છે. અને ફીઝિયોથેરપીની પ્રેક્ટિસ પણ કરી રહ્યાં છે. એસપી ચરણે એક વીડિયો મેસેજ શેર કર્યો છે જેમાં તેઓ પિતાનાં હેલ્થ અંગે તેમનાં ફેન્સને જણાવે છે.

એસપી ચરચણ કહે છે કે, 'અપ્પાનું સ્વાસ્થ્ય હવે સ્થિર છે. તેઓ હાલમાં પણ વેન્ટિલેટર પર છે. તેમનો તમામ રિપોર્ટ્સ સામાન્ય છે. તેઓ હવે સંપૂર્ણ ઠીક છે મને આશા છેકે, તેમને જલદી જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. તેમનાં અન્ય તમામ પેરામિટર્સ સામાન્ય છે. કોઇ જ સંક્રમણ નથી. તેમનાં ફેફસા અને તેમની શ્વાસ લેવાની તાકાતમાં પણ સુધારો આવ્યો છે. હાલમાં તેઓ બેસવા માટે સક્ષમ છે.'








View this post on Instagram






A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on






ચરણ આગળ કહે છે કે, 'ડોક્ટર દર બીજા દિવસે તેમને 15-20 મિનિટ માટે થોડો સમય બેસવામાં મદદ કરી રહ્યાં છે. તે 10-15 મિનિટ માટે ફિઝિયો કરે છે. આ તમામ એક કામ છે, પણ તેઓ આ બધુ જ આપ સૌનાં પ્રેમ અને પ્રાર્થનાને કારણે કરી રહ્યાં છે. અમે ડોક્ટર્સની ટીમ, અને હોસ્પિટલની નર્સોની ટીમનો ઉલ્લેખ કરવો ન ભૂલવો જોઇએ, જેઓ મારા પિતા અને પરિવારને ખુબજ મદદરૂપ થયા ચે. તેઓએ હવે ખાવાનું પણ શરૂ કરી દીધુ ચે. તેમને શુક્રવારથી જ શરૂઆત કરી છે. '

આપને જણાવી દઇએ કે,5 ઓગસ્ટનાં બાલાસુબ્રમણ્યમ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તઓ ત્યારથી જ હોસ્પિલમાં દાખલ છે.
Published by: Margi Pandya
First published: September 20, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading