Home /News /entertainment /સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ મુંબઇ હમેશા માટે છોડી રહી છે શહનાઝ ગિલ? જાણો શું છે સત્ય

સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ મુંબઇ હમેશા માટે છોડી રહી છે શહનાઝ ગિલ? જાણો શું છે સત્ય

શહનાઝ ગીલ શું ફિલ્મો છોડી દેશે

સોશિયલ મીડિયા પર શાહનાઝ ગિલ (Shehnaaz Gill)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલાં વીડિયોમાં કહેવામાં આવે છે કે, શહનાઝ હમેશા માટે મુંબઇ છોડવાની યોજના બનાવી છે. જેનાંથી સિડનાઝનાં ફેન્સને ચિંતા થઇ ગઇ છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શહનાઝ ગિલ (Shehnaaz Gill)એ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નાં નિધન બાદ તેનાં ફેન્સ, સોશિયલ મીડિયા અને અહીં સુધી કે કામથી પણ દૂરી બનાવી લીધી છે. જેને કારણે ઇન્ડસ્ટ્રીથી લઇ ફેન્સ સુધી સૌને ચિંતા થઇ ગઇ ઙતી. જોકે, આશરે એક મહિનાથી પણ વધુ સમય સુધી બધાથી દૂરી રાખ્યા બાદ હવે ધીરે ધીરે તેનું જીવન સામાન્ય થઇ રહ્યું છે. તે તેની અપકમિંગ ફિલ્મ 'હોંસલા રખ' (Honsla Rakh) નાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો- નટુ કાકાને ગડા ઇલેક્ટ્રોનિક્સે અનોખા અંદાજમાં કર્યા યાદ, VIDEO જોઇ આંખો થઇ જશે ભીની

સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલ (Shehnaaz Gill)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલાં આ વીડિયોમાં કહેવાય છે કે, શહનાઝ હમેશાં મુંબઇ છોડીને જવાની યોજના બનાવી રહી છે. જેનાંથી સિડનાઝનાં ફેન્સને ચિંતા થઇ ગઇ છે. પણ આ સંપૂર્ણ સત્ય નથી. Spotboye અનુસાર આ માત્ર અફવાઓ છે આ રિપોર્ટ્સમાં કોઇ સત્યતા નથી. વાયરલ વીડિયોની એક Youtube ચેનલ દ્વારા બનાવવામાં આવ્યો છે જે આ રીતનાં અડધા અધુરા વીડિયો માટે જાણીતો છે. અહીં જુઓ વીડિયો

" isDesktop="true" id="1141138" >

જોકે, હું સેટ પર પહોંચી ત્યારે શહનાઝનાં ચહેરા પર માયૂસી અને નિરાશા સ્પષ્ટ દેખાય છે. જોકે, તે હસવાંનો પ્રયાસ કરી રહી છે. પણ ફેન્સ તેની આંખોની માયુસી અનુભવી રહે છે. શહનાઝનો હાલ એવો જ ફિલ્મનાં પ્રમોશન દરમિયાન જોવા મળ્યું હતું. વીડિયો પર કમેન્ટ કરતાં એક યૂઝર લખે છે, 'આ છોકરીમાં અમારો જીવ વસે છે.' તો અન્ય એક લખે છે, 'ભગવાન આપને ખુશ રાખે, આપને શક્તિ અને ખુશી મળે.'




ગત દિવસોમાં દિલજીત દોસાંજે શહનાઝ ગિલની સાથે એક વધુ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેની સાથે સોનમ બાજવા નજ રઆવી હતી. વીડિયો તેમનાં ફિલ્મ પ્રમોશનનો છે. જેમાં ત્રણેય સથે મસ્તી કરતાં નજ રઆવે છે. 'હોંસલા રખ' દશેરા (15 ઓક્ટોબર)નાં રિલીઝ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, વર્ક કમિટમેન્ટ પૂર્ણ કરવાં માટે શહનાઝ 7 ઓક્ટોબરનાં લંડન રવાના થઇ હતી.
First published:

Tags: Shehnaaz gill, Sidharth shukla

विज्ञापन