Home /News /entertainment /કુંભ મેળાથી પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ થયા હતા સંગીતકાર શ્રવણ રાઠોડ, દીકરાએ આપી માહિતી

કુંભ મેળાથી પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ થયા હતા સંગીતકાર શ્રવણ રાઠોડ, દીકરાએ આપી માહિતી

Shravan Rathod (ફાઇલ ફોટો)

66 વર્ષનાં શ્રણવણ રાઠોડનું કોરોનાથી નિધન થઇ ગયુ છે તેનાંથી બોલિવૂડમાં શોકની લહર છે. ખબરની માનીયે તો, શ્રવણ હાલમાં જ હરિદ્વારમાં કુંભ મેળામાં શામેલ થયો હતો અને ત્યાંથી તે મુંબઇથી પરત આવ્યા જે બાદ તબિયત બગડી હતી અને તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 90નાં દશકનાં પ્રખ્યાત સંગીતકાર શ્રવણ રાઠોડ (Shravan Rathod)નાં કોરોનાથી નિધન થઇ ગયો છે. 66 વર્ષનાં શ્રવણ રાઠોડનું નિધન કોરોનાથી થયું છે. બોલિવૂડમાં શોકની લહેર છે. શ્રવણે નદીમ સૈફી સાથે મળી યાદગાર સંગીત બનાવ્યાં હતાં. તેમનાં ઇલાજ માટે મુંબઇનાં મહિમ સ્થિત એસ એલ રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાં તેમનું નિધન થઇ ગયું. ખબરની માનીયે તો, શ્રવણ હાલમાં જ હરિદ્વારમાં કુંભનાં મેળામાં ગયા હતાં. અને ત્યાંથી મુંબઇ પરત આવ્યાં બાદ તેની તબિયત ઘણી જ બગડી હતી. અને તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

  એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન ખુદ શ્રવણ રાઠોડ (Shravan Rathod)નાં નાના દીકરા સંજીવે આ વાતની માહિતી આપી હતી. તેણે એબીપી ન્યૂઝ સાથે કહ્યું,'આ વાત સાચી છે, મારા પાપા હરિદ્વારમાં કુંભ મેળામાં દર્શન કરવાં ગયા હતાં. તેઓ હરિદ્વારથી પરત આવ્યાં બાદ મારા પિતાને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. અને તેમને ઘણી કમજોરી થઇ રહી હતી. એવામાં અમે તેમને મુંબઇનાં એસ એલ રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં ભરતી કર્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ થયો અને તેમનાં શરીરનાં અંગો કામ કરવાનું બંધ કરી દેવાનું સામે આવ્યું. આખરે તેમની ઘણી બીમારીઓ હતી જેને કારણે તેમનું નિધન થયું છે.'

  સંજીવે કહ્યું કે, પિતાનો રિઝલ્ટ પોઝિટિવ આવતા ડોક્ટરો મારો, મારા ભાઇનો અને માતાનો કોરોના ટેસ્ટ કરવા કહ્યું હતું. મારા ભાઇનો ટેસ્ટ નેગેટિવ આવ્યો પણ મારો અને મારી માતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, હાલમાં શ્રવણની પત્નીનો ઇલાજ મુંબઇનાં અંધેરી સ્થિત સેવન હિલ્સ હોસ્પિટલમાં થઇ રહ્યો છે. જ્યારે નાનો દીકરો દર્શન ઘરે જ આઇસોલેશનમાં છે.

  આપને જણાવી દઇએ કે, નદીમ-શ્રવણની જોડી 90નાં દાયકાની પ્રખ્યાત જોડી હતી. આ જોડીએ 'આશિકી' (1990), 'સાજન' (1991) શાહરૂખ ખાનની 'પરદેસ' અને આમિર ખાનની 'રાજા હિન્દુસ્તાની' ફિલ્મમાં બ્લોકબસ્ટર મ્યૂઝિક આપ્યું હતું. 2000માં અલગ થયા બાદ આ જોડી 2009માં ડેવિડ ધવનની 'ડૂ નોટ ડિસ્ટર્બ' માટે સંગીત આપ્યું હતું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Corona News, Corona Positive, Entertainment news, News in Gujarati, Shravan Rathore, કુંભ મેળો, કોરોના વાયરસ

  विज्ञापन
  विज्ञापन