Home /News /entertainment /

રણવીર સિંહ પછી બિગ બોસ ફેમ અસિમ રિયાઝે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું, નેકેડ ફોટો-વીડિયો શેર કર્યા

રણવીર સિંહ પછી બિગ બોસ ફેમ અસિમ રિયાઝે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું, નેકેડ ફોટો-વીડિયો શેર કર્યા

રણવીર પછી અસિમ રિયાઝે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું.

રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ સોશિયલ મીડિયાથી માંડી પોલિટિકલ ડિબેટ્સ સુધી છવાય ગયું છે. એક એક બોલિવૂડ સેલેબ્સ તેના આ ન્યૂડ લુક પર રિએક્શન આપી રહ્યા છે. કોઈનું કહેવું છે કે રણવીરનો ન્યૂડ ફોટોશૂટ આર્ટ છે. આ બધાની વચ્ચે હવે બિગ બોસ 13 ફેમ અસિમ રિયાઝે પોતાનો ન્યૂડ ફોટોશૂટ શેર કર્યો છે.

વધુ જુઓ ...

    અસિમે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ

    બિગ બોસ ફેમ અસીમ રિયાઝે પોતાના ન્યૂડ ફોટોઝ શેર કરી ખળભળાટ મચાવી દીધો છે. ફિટનેસનું ધ્યાન રાખતો અસિમ રિયાઝ પોતાની રિપ્ડ બોડીને ફ્લોન્ટ કરવાની એકપણ તક નથી છોડતો. હવે તેણે સોશિયલ મીડિયા પર ઘણા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. અસિમની ફિટ બોડીએ બધાના હોશ ઉડાવી દીધા છે. તેણે કેપ્શનમાં લખ્યું આ 2017નું ફોટોશૂટ છે.

    અસિમને જોઈ યુઝર્સ આપી પ્રતિક્રિયા

    અસિમ રિયાઝ સતત પોતાના ન્યૂડ ફોટોને શેર કરી રહ્યો છે. લેટેસ્ટ ફોટોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, રણવીરથી પ્રેરણા લીધી છે. તેના પર કેટલાક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, રણવીર ભાઈએ બધાને બગાડી નાખ્યા છે. બીજાએ લખ્યું, ભાઈ કંઈક વધારે નથી થઈ ગયું. એક અન્ય યુઝરે લખ્યું. હાય ગરમી. ઘણા બધા ફેન્સે ફાયર અને હાર્ટ ઈમોજી પણ કમેન્ટ કરી છે. ફેન્સ અસિમના આ અવતારને જોઈ ખુશ થઈ ગયા છે.

    રણવીર સિંહે હાલમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના પછી તે વિવાદોમાં ઘેરાય ગયો. હવે આવી સ્થિતિમાં લોકો એ પણ જાણવા માગે છે કે હવે જ્યારે રણવીરે પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે જ અસિમે પણ ફોટોઝ કેમ શેર કર્યા, શું તે પણ રણવીરની જેમ ચર્ચામાં આવવા માગે છે.

    ઉલ્લેખનીય છે કે રણવીરનો ફોટોશૂટ જોયા પછી તેની વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી દીધી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવીને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રણવીર ટૂંક સમયમાં ‘સર્કસ’માં જોવા મળશે. તે સિવાય તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Asim Riaz, Nude photo, Ranveer Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन