Video: રાનૂ મંડલ પછી હવે આ યુવકનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, ગાયું બાહુબલીનું સૌથી અઘરું ગીત

News18 Gujarati
Updated: May 28, 2020, 9:46 PM IST
Video: રાનૂ મંડલ પછી હવે આ યુવકનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, ગાયું બાહુબલીનું સૌથી અઘરું ગીત
ફાઈલ તસવીર

તાજેતરમાં સોશિયલ મીડિયાના આ લિસ્ટમાં વધુ એક યુવક સામેલ થયો છે. આ યુવકે બાહુબલી ફિલ્મનું સૌથી અઘરું ગીત ગાયું હતું. આ ગીતને સાંભળીને લોકો સ્તબ્ધ થયા હતા.

  • Share this:
મુંબઈઃ આજકાલ સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો છે. અહીં એક તરફ બોલીવૂડ સ્ટાર્સ છાસવારે સોશિયલ મીડિયા ઉપર ફેન્સને રિઝવવા અને ફોલવર્સ વધારવાની કોશિશમાં લાગ્યા છે. જ્યારે બીજી તરફ ઈન્ટરનેટ ઉપર છાસવારે સામાન્ય લોકો રાતોરાત ઈન્ટરનેટ ઉપર સેન્સેશન (Internet Sensation) બની જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયાના આ લિસ્ટમાં વધુ એક યુવક સામેલ થયો છે. આ યુવકે બાહુબલી ફિલ્મનું સૌથી અઘરું ગીત ગાયું હતું. આ ગીતને સાંભળીને લોકો સ્તબ્ધ થયા હતા. અને આ વ્યક્તિનો વીડિયો ફેસબુક (Facebook) ઉપર શેર કર્યો હતો. આ વીડિયો વાયરલ (video viral) થવાની સાથે સાથે કમાલનું ગીત ગાનાર આ યુવક વિશે પણ જાણવા માંગે છે.

ઉલ્લેખનીય છેકે કેટલાક સમયે પહેલા ગીત ગાતો એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર હેમૂ ગમેતી ભીલ નામના એક ફેસબુક એકાઉન્ટ ઉપરથી શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગીત ગાનાર આ વ્યક્તિની આજુબાજુ અનેક લોકો બેઠા છે.



બધા લોકો બાહુબલીનું ગીત ગાવાની રિક્વેસ્ટ કરતા દેખાઈ રહ્યા છે. બધાની રિક્વેસ્ટ બાદ આ યુવકે ગીત ગાવાનું શરુ કર્યું હતું. તેને ગીત ગાતા સાંભળીને હાજર બધા લોકો સ્તબ્ધ થયા હતા. આ વીડિયોને થોડા સમયમાં 1 લાખથી વધારે શેર અને તાબડતોબ કમેન્ટન્સ મળી રહી છે.

આ પણ વાંચોઃ-આશાનું કિરમ! કોરોના સામે લડાઈમાં આ છે નવ દવાઓ, જેનું ભારતમાં ચાલી રહ્યું છે ટ્રાયલ

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ યુવક 2015માં આવેલી ફિલ્મ બાહુબલીનું (bahubali) ગીત 'કૌન હે વો કૌન હે વો' ગીત ગાય છે. ઓરિજનલી જાણિતા સિંગર કૈલાશ ખેરે આ ગીત ગાયું હતું. જ્યારે આ વ્યક્તિ પણ સંપૂર્ણપણે કૈલાશ ખેરની નકલ કરી રહ્યો હતો. કૈલાશ ખેર બરાબર તો નહીં પરંતુ આ યુવક ખુબ જ સારું ગીત ગાયો હતો. હેમૂ ગમેતી ભીલ નામના ફેસબુક ઉપર શેર કરવામાં આવેલો આ વીડિયો લાખો પ્રતિક્રિયા મળી રહી હતી.આ પણ વાંચોઃ-સુરતઃ કાળઝાર ગરમી વચ્ચે કોવિડ-19 હોસ્પિટલમાં પાણીની સમસ્યા ઊભી થતાં દર્દીઓએ મચાવ્યો હોબાળો

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે 'નિઃ શબ્દ મંત્રમુગ્ઘ સુર'... જોકે ગીત ગાનાર આ યુવકની ઓળખાણ નથી થઈ શકી. જોકે, જે રીતે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ જોઈને લાગી રહ્યું છે કે આ વ્યક્તિનું નામ અને ઓળખ જલદી સામે આવશે.
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading