રામાયણ અને મહાભારત બાદ દૂરદર્શન પર ટૂંક સમયમાં શરૂ થશે ‘શ્રી કૃષ્ણ’

દર્શકોની ભારે માંગ સામે દૂરદર્શનને ઝૂકવું પડ્યું, શ્રી કૃષ્ણની લીલાઓમાં મંત્રમુગ્ધ થવા થઈ જાઓ તૈયાર

દર્શકોની ભારે માંગ સામે દૂરદર્શનને ઝૂકવું પડ્યું, શ્રી કૃષ્ણની લીલાઓમાં મંત્રમુગ્ધ થવા થઈ જાઓ તૈયાર

 • Share this:
  મુંબઈઃ લોકોની ભારે માંગ બાદ દૂરદર્શન (Doordarsan)ને ઝૂકવું પડ્યું અને 90ના દશકની સીરિયલ્સને ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે. રામાનંદ સાગર (Ramanand Sagar)ની રામાયણ (Ramayan) અને બી. આર. ચોપડા (BR Chopra)ની મહાભારત (Mahabharata)ને તે સમયમાં જે પ્રેમ મળ્યો હતો, તે જ આજે પણ દર્શકો આપી રહ્યા છે. અહેવાલ છે કે રામાયણ બાદ હવે ટૂંક સમયમાં દૂરદર્શન વધુ એક પૌરાણિક સીરિયલ શરૂ પુનઃ પ્રસારિત કરવાની છે. જેનું નામ છે શ્રી કૃષ્ણ (Shri Krishna). શ્રી કૃષ્ણનું નિર્દેશન પણ રામાનંદ સાગરે જ કર્યું હતું. ડીડી નેશનલે ટ્વિટ કરી આ જાણકારી આપી છે.

  દૂરદર્શને એક ટ્વિટ કરીને પોતાના દર્શકોને જાણકારી આપી કે, ખુશખબર...આપણા દર્શકો માટે! ટૂંક સમયમાં આવી રહ્યા છે શ્રીકૃષ્ણ. રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ સતત એવી માંગ ઉઠી રહી હતી કે રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ શ્રી કૃષ્ણ ને ફરીથી શરૂ કરવામાં આવે. લૉકડાઉન દરમિયાન શરૂ થયેલી બંને સીરિયલોએ દૂરદર્શનને ટીઆરપી રેન્કિંગમાં ટૉપ બેસાડી દીધું છે. હવે લોકોની ભારે માંગ બાદ દૂરદર્શન ટૂંક સમયમાં ‘શ્રી કૃષ્ણ’ શરૂ કરવા જઈ રહ્યું છે.


  આ પણ વાંચો, રમઝાનમાં 25 હજાર પ્રવાસી શ્રમિકોનું પેટ ભરશે સોનૂ સૂદ, કહ્યું- એકબીજાની સાથે ઊભું રહેવું જરૂરી

  નોંધનીય છે કે, આ સીરિયલ 1993માં દૂરદર્શનની મેટ્રો ચેનલ પર પ્રસારિત થઈ હતી અને ત્યારબાદ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. શૉમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી. બેનર્જીએ નિભાવ્યું હતું. સર્વદમન બેનર્જીને આ શૉથી ઘણી લોકપ્રિયતા મળી હતી. લૉકો તેમને સાચે જ ભગવાન કૃષ્ણ સમજવા લાગ્યા હતા. તેઓ રામાયણ, અર્જુન, જય ગંગા મૈયા એન ઓમ નમઃ શિવાય જેવી પૌરાણિક કથા આધારિત સીરિયલોમાં પણ જોવા મળ્યા છે.

  આ પણ વાંચો, ભાડું બચાવવા તોડી પડાશે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નો સેટ! સંજય લીલા ભણશાળીએ લીધો નિર્ણય
  Published by:Mrunal Bhojak
  First published: