PUBGની સામે અક્ષય કુમાર લાવશે FAU-G ગેમિંગ એપ, 20% આવક સૈનિકોને દાન કરશે

PUBGની સામે અક્ષય કુમાર લાવશે FAU-G ગેમિંગ એપ, 20% આવક સૈનિકોને દાન કરશે
PUBGની સામે અક્ષય કુમાર લાવશે FAU-G ગેમિંગ એપ, 20% આવક સૈનિકોને દાન કરશે

પબજીની ટક્કરમાં આવનાર આ એપ પુરી રીતે ભારતીય હશે. આ ગેમની કમાણીના 20 ટકા ભારતના વીર જવાનોને સપોર્ટ કરતા ‘ભાતના વીર ટ્રસ્ટ’માં દાન કરવામાં આવશે

  • Share this:
    મુંબઈ : ભારત સરકારે ચાઇનીઝ એપ્સ (Chinese Apps) પર પ્રતિબંધ મુકીને પડોશી દેશ પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સમાં દેશમાં સૌથી વધારે લોકપ્રિય ગેમિંગ એપ PUBGનો પણ સમાવેશ થાય છે. PUBGના પ્રતિબંધના બે દિવસ પછી બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar)ગેમર્સ માટે એક ખુશખબરી આપી છે. અક્ષય કુમાર PUBGના વિકલ્પ તરીકે FAU:G (Fearless and United: Guards (FAU:G))લાવી રહ્યો છે.

    FAU:G (ફૌજી) નામની આ એપ અક્ષય કુમારના મેન્ટરશિપમાં બનશે. જે એક મલ્ટીપેયર એક્શન ગેમ હશે. પબજીની ટક્કરમાં આવનાર આ એપ પુરી રીતે ભારતીય હશે. આ ગેમની કમાણીના 20 ટકા ભારતના વીર જવાનોને સપોર્ટ કરતા ‘ભાતના વીર ટ્રસ્ટ’માં દાન કરવામાં આવશે.



    આ પણ વાંચો - SSR Case: સુશાંતના મેનેજર મિરાંડા અને રિયાના ભાઈ શોવિકની ડ્રગ્સ મામલમાં ધરપકડ

    અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G લોન્ચ કરીને ગર્વ અનુભવું છું. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોને આપેલા બલિદાન અંગે પણ જાણશે. આ ગેમમાંથી થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણાં સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન આપવામાં આવશે.

    FAU:Gને આગામી મહિને એટલે કે ઓક્ટોબરમાં લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ગેમ ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર બંને પર લોન્ચ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:September 04, 2020, 23:26 pm

    ટૉપ ન્યૂઝ