છેલ્લા સમયમાં અનુષ્કાને પાણીપુરી ખાવીની થઇ ઇચ્છા, ટેસડો લઇને ખાધી

છેલ્લા સમયમાં અનુષ્કાને પાણીપુરી ખાવીની થઇ ઇચ્છા, ટેસડો લઇને ખાધી
PHOTO- @anushkasharma/Instagram

અનુષ્કા શર્માને પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો છે. અને હવે ગમે તે સમયે તેની ડિલીવરી થઇ શકે છે. ત્યારે આ પહેલાં તેને પાણી પુરી ખાવાની ખુબજ ઇચ્છા થઇ હતી. અને તેણે મન ભરીને પાણી પુરી ખાધી પણ ખરી.. અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર પણ કરી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)નાં ઘરે જલ્દી જ કિલકારીઓ ગુંજવાની છે. આ મહીને તે ગમે તે સમયે ખબર આવી શકે છે કે, વિરાટ અનુષ્કા માતા-પિતા બની ગયા છે. આ પળનો જેટલો ઇન્તેઝાર આ બંનેને છે તેટલો જ તેમનાં ફેન્સને પણ છે. કહેવાય છે ને કે, પ્રેગ્નેન્સીનાં સમયમાં તમને અલગ અલગ ખાવાની ઇચ્છા જ થાય છે. અને આ સમયમાં જે ખાવા પીવાની ઇચ્છા થાય તે ખાઇ લેવું જોઇએ. અનુષ્કા પણ હાલમાં એજ કરી રહી છે. તેની તમામ ખાવા પીવાની ઇચ્છાઓ પૂર્ણ કરી રહી છે.

    હાલમાં જ તેને પાણીપુરી ખાવાની ઇચ્છા થઇ હતી. અને તેણે મન ભરીને પાણી પુરી ખાધી પણ ખરી.. અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. આ સમયમાં અનુષ્કાએ તેનું ફિગર અને વજન બંને જ સારી રીતે મેઇન્ટેઇન કર્યું છે. તે પ્રેગ્નેનન્સીનાં સમયમાં યોગ અને વર્કઆઉટ કરતી પણ નજર આવી છે. હાલમાં અનુષ્કાએ તેનાં ઇન્સટાગ્રામ પર બે તસવીરો શેર કરી ચે. પહેલી તસવીરમાં તે નારિયળ પાની પીતી નજર આવે છે અને બીજી તસવીરમાં પાણી પુરીની પ્લેટ નજર આવે છે.





    પહેલી તસવીરમાં અનુ,ષ્કાએ એક નારિયલ પકડેલું ચે. અને એક સ્ટીલ સ્ટ્રો પણ છે. જેને ઇકો ફ્રેન્ડલી કહી શકાય. કારણ કે અનુષ્કાએ નારિયળથી સીધુ પાણી પી રહી છે તેમાં તે પ્લાસ્ટિકની સ્ટ્રો યૂઝ નથી કરી રહી. આ સ્ટોરીની કેપ્શનમાં તેણે લખ્યું છે, 'What a creation God'



    અન્ય એક તસવીરમાં થાળી નજર આવે છે. જેમાં પાણી પુરી છે સાથે જ તીખુ અને મીઠુ પાણી છે. આ તસવીર જોઇને લાગે છે કે અનુષ્કાને પાણીપુરી ખાવાની ઇચ્છા થઇ છે અને તેણે આ ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'Go Big at Home' અને સાથે ઘણી બધી ઇમોજી પણ શેર કરી છે.

    આ પહેલાં અનુષ્કાને પિઝા ખાવાની ઇચ્છા થઇ હતી ત્યારે પતિ પત્ની મુંબઇની હોટલમાં પિઝા ખાવા ગયા હતાં. જેની તસવીરો વાયરલ થઇ હતી. જે પહેલાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીની સાથે બાન્દ્રા સ્થિત ક્લિનિક પર પહોંચી હતી જેની તસવીરો વાયરલ થઇ હતી.
    Published by:Margi Pandya
    First published:January 09, 2021, 11:30 am

    ટૉપ ન્યૂઝ