Home /News /entertainment /અલ્લૂ અર્જુને જીતી લીધા ફેન્સના દિલ, દારૂને પ્રમોટ કરતા બ્રાન્ડની કરોડોની જાહેરાત ઠુકરાવી

અલ્લૂ અર્જુને જીતી લીધા ફેન્સના દિલ, દારૂને પ્રમોટ કરતા બ્રાન્ડની કરોડોની જાહેરાત ઠુકરાવી

કરોડોની જાહેરાત ઠુકરાવી

દરેક વખતે અલ્લુ અર્જુન (Allu Arjun) તેના દમદાર પર્ફોમન્સથી ચાહકોના દિલ જીતી લે છે! 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa – The Rise)માં દમદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ અલ્લુ અર્જુન ફરીથી તેના ફેન્સના દિલો પર છવાઇ ગયા છે.

    દરેક વખતે અલ્લુ અર્જુન (Allu Arjun) તેના દમદાર પર્ફોમન્સથી ચાહકોના દિલ જીતી લે છે! 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa – The Rise)માં દમદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ અલ્લુ અર્જુન ફરીથી તેના ફેન્સના દિલો પર છવાઇ ગયા છે. જો અહેવાલોની માનીએ તો અભિનેતાએ તાજેતરમાં પાન મસાલા માટેની એક જાહેરાતને ના (allu arjun reject multi crore deal to promote liquor) પાડી દીધી હતી અને કરોડોની ડીલને ઠુકરાવી દીધી હતી. તેમણે કોઈપણ પ્રકારના પાન મસાલાને સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે અલ્લુ અર્જુને લિકર કંપનીની જાહેરાતને ઠુકરાવી દીધી છે.

    એક્ટરે ઠુકરાવી કરોડોની જાહેરાત

    કોલમનિસ્ટ અને ઇન્ડસ્ટ્રી ઓબ્ઝર્વર મનોબાલા વિજયબાલને આ અંગેની માહિતી આપતા ટ્વીટ કર્યું છે. મનોબાલા કહે છે કે, અલ્લુ અર્જુને 10 કરોડની ડીલની ઓફર સાંભળતા જ ઠુકરાવી દીધી હતી. ન તો તેને પાન મસાલા ઉમેરવામાં રસ છે કે ન તો કોઈ દારૂની કંપનીને પ્રમોટ કરવામાં રસ છે. ફેમિલી મેનની ઈમેજને ધ્યાનમાં રાખીને અલ્લુ અર્જુને નિર્ણય લીધો છે કે તે કોઈપણ ગેરકાયદેસર કે હાનિકારક દવાઓનો પ્રચાર નહીં કરે. તેઓએ પસંદગીની કંપનીઓને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે.

    ગુટખા-દારૂને નહીં કરે પ્રમોટ

    મનોબાલાએ ટ્વિટ કરીને લખ્યું કે, "અલ્લુ અર્જુને 10 કરોડની ડીલની ઓફર ઠુકરાવી દીધી છે. અલ્લુ અર્જુન ગુટખા અને દારૂ બનાવતી કંપનીને પ્રમોટ નહીં કરે. અલ્લુ અર્જુન સામાન્ય રીતે કોઈપણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 7.5 કરોડ રૂપિયા લે છે. અભિનેતાને પ્રેમ, જે રીતે તે તેના સિદ્ધાંતો જાળવી રહ્યો છે."

    ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, અલ્લૂ અર્જુને પુષ્ષા- ધ રાઇઝ બાદથી જ પોતાની ફીમાં વધારો કર્યો છે. કોઇ પણ એડમાં બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે પણ આલ્લૂ અર્જુને પૈસા વધાર્યા છે. અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા-ધ રાઇઝે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે.

    રીપોર્ટ્સ અનુસાર, અલ્લૂ અર્જુન, કોમર્શિયલ એન્ડોર્સમેન્ટ માટે 7.5 કરોડ ચાર્જ કરે છે. અલ્લૂ અર્જુન રેડબસના બ્રાન્ડ એમ્બેસેડર છે. આજકાલ ઝોમેટો, કોકા-કોલા, કેએફસી અને એસ્ટ્રલ પાઇપ્સ જેવી બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલા છે. જોકે, અલ્લૂ અર્જુન ગુટખા અને દારૂની કંપનીઓને એન્ડોર્સ કરવાથી બચી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, કેજીએફ ફેમ યશે પણ પાન મસાલાની જાહેરાત કરવાની મનાઇ ફરમાવી દીધી હતી.
    First published:

    Tags: Allu Arjun