દીકરા સુશાંતની મોતની ખબર સાંભળીને પિતાને લાગ્યો આંચકો, કાંઇ બોલવાની હાલતમાં નથી

દીકરા સુશાંતની મોતની ખબર સાંભળીને પિતાને લાગ્યો આંચકો, કાંઇ બોલવાની હાલતમાં નથી
34 વર્ષનાં સુશાંત  ડિપ્રેશનમાં પણ હતા.

34 વર્ષનાં સુશાંત  ડિપ્રેશનમાં પણ હતા.

 • Share this:
  મુંબઇ : ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી લાઇમ લાઇટમાં આવનારએક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનો જીવ લીધો છે.  34 વર્ષનાં સુશાંત  ડિપ્રેશનમાં પણ હતા. આ સમાચાર આવ્યાં બાદ તમામ લોકોને મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતનો પરિવાર પણ આ ખબર સાંભળીનો ઘણો જ દુખમાં છે. હજી સુશાંતના આપધાતનું કોઇ કારણ સામે આવ્યું નથી.

  આ પણ વાંચો - સુશાંત સિંહ રાજપૂતનુ મોત, છેલ્લી પોસ્ટમાં માતા સાથેના ફોટામાં લખ્યું હતું, 'આંશુઓ સાથે બધું ઉડી રહ્યું છે'  સુશાંતસિંહ રાજપૂત પટનાના રહેવાસી હતા. તેઓ મુંબઇનાં બાંદ્રામાં એકલા જ રહેતા હતા. સુશાંતનાં નોકરે પોલીસને જાણ કરી. પોલીસ પણ સુશાંત સિંહનાં ઘરમાં તપાસ કરી રહી છે અને પાડોશીઓની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ પટનામાં તેમના પરિવારનો હાલ પણ ઘણો જ ખરાબ છે. તેમના પિતા કે.કે સિંહ પણ પટનામાં જ રહે છે. તેમને જ્યારે ફોન પર સુશાંતની ખબર મળી તો તેઓ કંઇ જ બોલવા લાયક ન હતાં. હાલ તેઓ અને આખો પરિવાર સદમામાં છે. પરિવાર આંશું રોકી નથી શકતા.

  આ પણ વાંચો - બોલિવૂડ એક્ટર સુશાંતસિંહેની ગળેફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી લાશ, આપઘાતની આશંકા

  આ પણ જુઓ - 

  પ્રાથમિક ખબર પ્રમાણે, સુશાંત છેલ્લા ૬ મહિનાથી ડિપ્રેશનમાં હતાં. આખા બોલિવૂડ સાથે તેમના જાણતા તમામ લોકો હાલ આ સમાચારથી સદમામાં છે.
  Published by:Kaushal Pancholi
  First published:June 14, 2020, 16:35 pm

  टॉप स्टोरीज