ન્યૂઝ18 ગુજરાતી: કપિલ શર્માનો શો ફરી એકવાર વિવાદોમાં છે. એક બાજુ નવજોત સિંહ સિદ્ધુને શોમાંથી કાઢી મૂક્વામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ કપિલે કંઇક એવું કર્યું છે કે તેના ફેન્સ નારાજ થયા છે. એક ફેન્સે સેલ્ફી માગતા કપિલ શર્મા તેની પર ગુસ્સે ભરાયો હતો.
કપિલે ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી હતી. સાથે જ તેનું વર્તન પણ ખરાબ હતું. કપિલ શર્મા એક રિયલ સ્ટેટ પ્રોફેશનલની પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેની સાથે રણવીર સિંહ, મિકા સિંહ અને બીજા બોલિવૂડ સ્ટાર્સ પણ હતા. આ દરમિયાન એક ફેન્સે કપિલ સાથે સેલ્ફીની માગ કરી હતી.
કપિલે તેના ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી દીધી હતી. સાથે જ રણવીર સિંહ તેના ફેન્સને સારી રીતે મળતો જોવા મળ્યો હતો. ઉપરાંત અન્ય સ્ટાર્સ પણ ફેન્સ સાથે તસવીર ક્લિક કરાવતાં જોવા મળ્યા હતા.