મલાઇકા અરોરા બાદ હવે આ એક્ટ્રેસનો પણ ડાઇવોર્સ, 11 વર્ષ બાદ લીધા છૂટાછેડા

પતિ સાહીલ સાથે દીયાની ફાઇલ તસવીર

દીયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખી જાહેરાત કરી છે કે તે પતિ સાહિલ સાંઘાથી અલગ થઈ રહી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : બૉલિવૂડમાં ગત વર્ષે અનેક મોટા છુટાછેડા જોવા મળ્યા હતા. મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના છુટાછેડા બાદ હવે આ દિયા મિર્ઝા પણ પતિ સાહિલ સંઘા પાસેથી છુટાછેડા લઈ રહી છે. દિયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને જાહેરાત કરી કે તે પતિ સાથે મૈત્રી ભર્યા વાતવરણમાં છુટાછેડા લેવા જઈ રહી છે.

  દીયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી કે 'મારો સંબંધ તૂટ્યા બાદ પણ હું પતિ સાહિલની સાથે મિત્રતા કેળવી રાખીશ.' આ સાથે એક્ટ્રેસે આ નિર્ણયનો સ્વીકાર કરવા બદલ પોતાના પરિવાર અને મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

  આ પણ વાંચો :  રામાયણમાં રિતિક બનશે શ્રીરામ, દીપિકા બનશે સીતા માતા!
  View this post on Instagram


  A post shared by Dia Mirza (@diamirzaofficial) on


  દીયાએ મીડિયાને અપીલ કરી હતી કે તેની પ્રાઇવેસીનું સન્માન જાળવવાનો પ્રયાસ કરે અને આ મામલે કોઈ ખોટી ચર્ચાઓ ન જગાવે. અત્યારસુધી બૉલિવૂડમાં હ્રતિક રોશન, અર્જુન રામપાલ, આમિર ખાન પણ સહમતીથી છૂટાછેડા લઈ ચુક્યા છે અને આ તમામ એક્ટર્સના પોતાની પત્ની સાથે સારા સંબંધો જળવાઈ રહ્યાં છે. અવારનવાર તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની મુલાકાતો અને પ્રવાસોની તસવીરો શેર કરતા રહે છે.
  Published by:Jay Mishra
  First published: