લૉકડાઉન ખુલ્યા બાદ કપિલ શર્મા સૌપ્રથમ કોને મળવા માંગે છે? કૉમેડિયને આપ્યો જવાબ

કપિલ શર્મા (ફાઇલ તસવીર)

હાલ કપિલ શર્મા મુંબઈ ખાતે પોતાના ઘરે પત્ની અને નાની દીકરી સાથે સમય વ્યતિત કરી રહ્યો છે, લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ છે.

 • Share this:
  મુંબઈ : લૉકડાઉનને પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ (Movie Industry)માં શૂટિંગ નથી થઈ રહ્યું. આ જ કારણે પ્રસિદ્ધ કૉમેડિયન કપિલ શર્મા (Comedy King Kapil Sharma) પણ પોતાના શૉનું શૂટિંગ નથી કરી શકતો. આ જ કારણે દર્શકોને નવા એપિસોડ પણ નથી જોવા મળતા. કપિલના પ્રશંસકો પણ તેને ખૂબ મિસ કરે છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન કપિલ શર્માએ પોતાના પ્રશંસકો સાથે વાતચીત કરતા તેમના અમુક સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન કપિલે જણાવ્યું હતું કે લૉકડાઉન ખુલ્યા બાદ સૌપ્રથમ તે કોને મળશે.

  કપિલ શર્મા હાલ લૉકડાઉનને પગલે ઘરે જ સમય વ્યતિત કરી રહ્યો છે. લૉકડાઉનને પગલે કપિલને તેની દીકરી અને પત્ની ગિન્ની ચતરથ સાથે ખૂબ સારો સમય વ્યતિત કરવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન કપિલ પોતાના કામને પણ ખૂબ મિસ કરે છે. લૉકડાઉનને પગલે કામ શરૂ થવામાં ખૂબ મુશ્કેલી નડી રહી છે.

  આ પણ વાંચો : અમદાવાદને સુરક્ષિત રાખવા ખડેપગે તૈનાત પોલીસ સંકટમાં, 92 કર્મીઓ કોરોના મહામારીની ઝપેટમાં

  લૉકડાઉન બાદ કપિલ કોને મળવા માંગશે?

  કપિલ શર્માએ સોમવારે પોતાના પ્રશંસકો સાથે વાતચીત કરી હતી. ટ્વિટર પર #AskKapil સેશન દરમિયાન કપિલે પોતાના ફેન્સના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક ફેન્સે કપિલને પૂછ્યું કે લૉકડાઉન સમાપ્ત થયા બાદ તે સૌપહેલા કોને મળવા માંગે છે? એક બે નામ જણાવો. ફેન્સના સવાલનો જવાબ આપતા કપિલે કહ્યું કે, હું મારી માતાને મળવા માંગીશ...હાલ તેણી પંજાબમાં છે. કૉમેડી કિંગ કપિલ પોતાની માતાથી કેટલો નજીક છે તે વાત કોઈને કહેવાની જરૂર નથી.

  આ ઉપરાંત કપિલ શર્માને અન્ય કેટલાક રસપ્રદ સવાલ પૂછાયા હતા. એક યૂઝરે પૂછ્યું કે એક એવી વસ્તી કે જેને તમે બહુ સારી રીતે પકવો છે અને ગિન્ની તમને દર વખતે આ વસ્તુ પકાવતા જોવા માંગે છે? કપિલ શર્માએ આ સવાલનો જવાબ ખૂબ જ હળવા મૂડમાં આપતા કહ્યું હતું કે, તેનું દિમાગ જે તેને બિલકુલ પસંદ નથી.

  લૉકડાઉનને પગલે તમામ લોકો ઘરોમાં કેદ છે ત્યારે કપિલ શર્માને તેની દીકરીથી પોઝિટિવિટી મળે છે. એક અન્ય યૂઝરે પૂછ્યું કે એવી કઈ વસ્તુ છે જે તમારો આખો દિવસ સારો કરી દે છે? આના જવાબમાં કપિલ શર્માએ તેની દીકરીનું નામ લીધું હતું. કપિલે કહ્યું, "જ્યારે હું મારી દીકરીની સ્માઇલ જોઉં છું."

  આ પણ વાંચો :  ભારતમાંથી 26 જુલાઇએ અને દુનિયાથી આ તારીખે હંમેશા માટે વિદાય લેશે Coronavirus- રિસર્ચ
  Published by:Vinod Zankhaliya
  First published: