Home /News /entertainment /ન મંગળસૂત્ર પહેર્યું ન માંગમાં સિંદૂર લગાવ્યું, અથિયાનો નવો લુક જોઇ ટ્રોલર્સે પૂછ્યા વિચિત્ર સવાલો
ન મંગળસૂત્ર પહેર્યું ન માંગમાં સિંદૂર લગાવ્યું, અથિયાનો નવો લુક જોઇ ટ્રોલર્સે પૂછ્યા વિચિત્ર સવાલો
આથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: Instagram@athiyashetty@viralbhayani)
Athiya Shetty no makeup look: અથિયાના સિમ્પલ લુકને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોને આશ્ચર્ય થાય છે કે નવી વહુ કઈ રીતે સિંદૂર લગાવ્યા વગર અને મંગળસૂત્ર પહેર્યા વગર ઘરની બહાર ફરે છે.
નવી દિલ્હી: સુનીલ શેટ્ટીની લાડલી અથિયા શેટ્ટી (Athiya Shetty)એ 23 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્નના તાંતડે બંધાઇ ગઇ છે. બંનેએ અભિનેતાના ખંડાલા ફાર્મહાઉસમાં સાત ફેરા લીધા હતા. અથિયા શેટ્ટી હવે મુંબઈ શહેરમાં ફરતી જોવા મળી હતી. જ્યારે લોકોએ તેને મેકઅપ વગર જોઇ તો તેની બુરાઇકરવા લાગ્યા હતા.
અથિયાના સિમ્પલ લુકને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોને આશ્ચર્ય થાય છે કે નવી વહુ કઈ રીતે સિંદૂર લગાવ્યા વગર અને મંગળસૂત્ર પહેર્યા વગર ઘરની બહાર ફરે છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે પાપારાઝીએ તેને સલૂનની બહાર જોઇ હતી. તેણે કારમાં બેસતા પહેલા ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. અભિનેત્રીએ ડેનિમની ઉપર ક્રોપ ટોપ પહેર્યું છે અને તેના વાળ ખુલ્લાં છે. તે મેકઅપ વિના સુંદર દેખાઈ રહી છે પરંતુ સિંદૂર ન લગાવવું તેના માટે સમસ્યા બની ગયું છે.
આ વીડિયો પર કોમેન્ટ કરીને લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝરનું કહેવું છે, 'તે કેવો પોશાક પહેરે છે, તે પરિણીત છે કે નહીં?' ત્યાં જ બીજા યૂઝરે કહ્યું, 'કોણ કહેશે કે તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે?', ન બગંડી, ન બિંદી, ન સિંદૂર, આ કયા નવા લગ્ન છે?' બીજી તરફ અથિયાના એક ફેન્સ એ કહ્યું, 'તે તેની જિંદગી છે. તે આ કપડાંમાં આરામદાયક છે. આપણે કોઇ તેને જજ કરરનારા નથી. તમારા કામમાં મન લગાવો.
આ વીડિયો મુંબઈના બાંદ્રા સ્થિત સલૂનની બહારનો છે. લોકો અથિયાની તબિયત પર કમેન્ટ કરી રહ્યા છે અને તેને ખાવા-પીવાની સલાહ પણ આપી રહ્યા છે. 30 વર્ષની અથિયાએ 'હીરો', 'મુબારકાં' અને 'મોતીચૂર ચકનાચૂર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. માના શેટ્ટીની દીકરીએ 2015ની ફિલ્મ 'હીરો'થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સામે સૂરજ પંચોલી હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર