Home /News /entertainment /હેર ટ્રાંસપ્લાંટ બાદ CIDના દયાનું દર્દ છલકાયું, ફેન્સ સાથે શેર કર્યો પોતાનો અનુભવ

હેર ટ્રાંસપ્લાંટ બાદ CIDના દયાનું દર્દ છલકાયું, ફેન્સ સાથે શેર કર્યો પોતાનો અનુભવ

દયાનંદ શેટ્ટી 'સિંઘમ 2'માં જોવા મળ્યો છે. (PIC-instagram @dayanandshettyy)

દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટની આખી જર્ની તેના ફેન્સ સાથે શેર કરી છે. આ અભિનેતાએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેનો અનુભવ કેવો રહ્યો. જેમ કે સામાન્ય રીતે લોકો જાણે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ખૂબ દુખાવો અને સોજો આવે છે

વધુ જુઓ ...
    નવી દિલ્હી: તમને CID નો દયા તો યાદ જ હશે. CID એ દયાનંદ શેટ્ટીને ઘરે-ઘરે ખ્યાતિ અપાવી છે. દરેક દરવાજો તોડી નાખનાર દયાનંદ શેટ્ટી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ વખતે દયા ઉર્ફે દયાનંદ કોઈ દરવાજો તોડવા માટે નહીં પરંતુ તેના અંગત જીવનને લઇ ચર્ચામાં આવ્યો છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.

    આજતકના એક રિપોર્ટ અનુસાર, દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટની આખી જર્ની તેના ફેન્સ સાથે શેર કરી છે. આ અભિનેતાએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેનો અનુભવ કેવો રહ્યો. જેમ કે સામાન્ય રીતે લોકો જાણે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ખૂબ દુખાવો અને સોજો આવે છે પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અભિનેતા સાથે આવું કંઈ થયું નથી.

    આ પણ વાંચો: 4 વૃદ્ધો સાથે હતું મહિલાનું લફરૂં પછી થઇ પાંચમાની એન્ટ્રી; પ્રેમ સંબંધમાં આવ્યો ખતરનાક વળાંક

    દયાનંદ શેટ્ટીને હેર ટ્રાન્સપ્લાન્ટ પછી લગભગ 20-21 દિવસ સુધી દુખાવો થતો હતો પરંતુ હવે તે દુખાવો ઓછો થઈ ગયો છે. તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું છે. હજી પણ ક્યારેક માથામાં થોડો દુખાવો થાય છે પરંતુ જો કોઈ વસ્તુ માથામાં અથડાય તો તે ખૂબ જ દુ:ખે છે.

    આ અભિનેતાની આંખોની નીચે થોડો સોજો હતો, પરંતુ બાકીના ચહેરા પર કોઈ અસર જોવા મળી ન હતી. તેણે કહ્યું કે જો તેને આવતા મહિનામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો તે ફેન્સ સાથે શેર કરશે.

    દયા 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળ્યો હતો.

    CID સિવાય દયાનંદ શેટ્ટી 'ખતરો કે ખિલાડી' અને 'સિંઘમ 2'માં જોવા મળી ચૂક્યો છે. જ્યારે પણ દયાનંદ શેટ્ટી સ્ક્રીન પર આવે છે ત્યારે તે દર્શકોનું દિલ જીતી લે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Transplant, સીઆઇડી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन