ન્યૂઝ18 ગુજરાતી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેન ઉર્ફે દિશા વાકાણી સીરિયલની ટીમ સાથે ચાલી રહેલાં વિવાદને લઇને ચર્ચામાં છે. આવામાં જાણવા મળી રહ્યું છે કે, સીરિયલમાંથી વધુ એક પાત્ર દૂર થઇ શકે છે. સીરિયલમાં સોનુના પાત્રમાં જોવા મળતી નિધિ ભાનુશાલીએ સીરિયલ છોડવાનું મન બનાવી લીધું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સોનુએ પણ આ સીરિયલ છોડવાનું વિચાર્યું છે. સોનુ સ્ટડી માટે સીરિયલ છોડી રહી છે. તે મુંબઇની મીઠીબાઇ કોલેજમાંથી બીએ કરી રહી છે. તે સ્ટડી પર ફોક્સ કરવા માગે છે. જેના કારણે પ્રોડક્શન પણ તેને અભ્યાસ માટે વધુ સમય આપે છે.
પરંતુ હવે સીરિયલના મેકર્સ ઇચ્છે છે કે, સોનુ સંપૂર્ણ રીતે સ્ટડી પર ધ્યાન આપે અને સીરિયલ છોડી દે. આ કરાણે જ આવનારા એપિસોડમાં સોનુના પાત્રને દૂર કરવા માટે તે અભ્યાસ માટે વિદેશ જાય તેવું બતાવવા અંગે વિચારણા ચાલી રહી છે. સોનુની સાથે જ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ દિશાને સીરિયલમાંથી દૂર કરવાની વાત કરી છે. હવે જોવાનું રહેશે કે સીરિયલમાં આ ફેરફાર ક્યારે થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર