મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ તેના પતિ અને ટીવી એન્કર હર્ષ લિમ્બાચિયા (Haarsh Limbachiyaa)ની ધરપકડ કરી લીધી છે. હર્ષની તેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કરાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. સમાચાર એજન્સી ANI મુજબ, હર્ષ અને ભારતી બંનેએ પોતાની ઓફિસ અને ઘર પર એજન્સીએ દરોડા પાડ્યા બાદ નશીલા પદાર્થોનું સેવન કરવાનો સ્વીકાર કર્યો છે.
ANI મુજબ, નાર્કોટિક્સ કન્રોીકલ બ્યૂરોએ હર્ષ લિમ્બાચિયાની ધરપકડ કરી લીધી છે. આ પહેલા એજન્સીએ કાલે ભારતી સિંહની ધરપકડ થઈ હોવાના અહેવાલ આપ્યા હતા. ભારતી સિંહને આજે NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની 18 કલાક લાંબી પૂછપરછ બાદ NCBએ ધરપકડ કરી છે.
Haarsh Limbachiyaa, husband of comedian Bharti Singh, arrested by Narcotics Control Bureau (NCB). Singh was arrested yesterday.
NCB raided production office & house of Bharti Singh y'day & recovered 86.5 gms of Ganja from both places. Both of them accepted consumption of Ganja.
ઉલ્લેખનીય છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શનિવારે ભારતી સિંહનાં અધેરી સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા અને ગાંજો જપ્ત કર્યો હતો. જે સમયે NCBની ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો તે સમયે ભારતી સિંહ અને પતિ હર્ષ ઘરમાં જ હાજર હતાં. રવિવારે હર્ષ લિમ્બાચિયાની ધરપકડ બાદ ભારતી સિંહ અને હર્ષને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની નેતૃત્વમાં એક ટીમે ભારતી સિંહના લોખંડવાલા કોમ્પ્લેક્સ સ્થિત ઘરની સાથોસાથ તેમના પ્રોડક્શન હાઉસની ઓફિસ પર એક સૂચનાના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન ટીમે 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર