સ્ટેજ બંગાળી ગીત ગાવા બાદલ, શાન પર થઇ પત્થરબાજી

શાન, સિંગર

શાને ઓડિયન્સને જણાવ્યું તેની તબિયત ખરાબ હોવા છતાં તે પરફોર્મ કરવા આવ્યા હતાં. તેમ છતાં કોઇનાં પર તેમની વાતની અસર થઇ નહીં

 • Share this:
  ગુવાહાટી: મીઠી અવાજ, અને પ્રેમાળ સ્માઇલનાં આસામી પ્રખ્યાત બોલિવૂડ સિંગર શાન એક કોન્સર્ટ માટે અસમ પહોચ્યા હતાં. તેને ગુવાહાટીમાં તેનાં પ્રોગ્રામમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવું એટલાં માટે કારણ કે ત્યા આવેલી ઓડિયન્સ અચાનક જ ગુસ્સે થઇ ગઇ હતી અને પત્થરબાજી અને તોડફોડ શરૂ કરી દીધી હતી. આ ગુસ્સાનું કારણ હતું શાનનું બંગાળી સોન્ગ

  જેમ શાને ગાવાનું શરૂ કર્યુ તેમ લોકો બુમો પાડવા લાગ્યા કે, 'આ અસમ છે બંગાળ નથી' અને તે અવાજની સાથે જ બબાલ શરૂ થઇ ગઇ। આ શોનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં શાન લોકોને અપીલ કરતો નજર આવે છે કે તેને રાજનીતિ સાથે ન જોડો. કોઇ આર્ટિસ્ટ સાથે આવું વર્તન ન કરો.

  નાગાલેન્ડ પોસ્ટ ડોટ કોમ પર છપાયેલા સમાચાર મુજબ, બબાલ એ હદે વધી ગઇ કે શાન બેક સ્ટેજ જતો રહ્યો તેણે ઓડિયન્સને જણાવ્યું કે, તેની તબિયત ખરાબ હોવા છતાં તે પરફોર્મ કરવા આવ્યા હતાં. તેમ છતાં કોઇનાં પર તેમની વાતની અસર થઇ નહીં શાને સ્ટેજ છોડ્યો તો ઓર્ગેનાઇઝર તેને સમજાવવા લાગ્યા તે બાદ શાન બીજી વખત સ્ટેજ પર પરત આવ્યો.  શોનાં ઓર્ગેનાઇઝર્સે આ મામલે એક FIR પણ દાખલ કરાવી છે. હાલમાં આ મામલે વધુ માહિતી સામે આવી નથી. પણ શાન તેનો આ ખરાબ એક્સપિરીયન્સ ભુલીને હવે નોર્મલ છે. અસમનાં વખાણ કરતાં તેણે કહ્યું કે, કોઇ એક ઘટનાને કારણે એક સુંદર રાજ્ય વિશે કંઇક ખોટુ કહેવું યોગ્ય નથી.

  આ પણ વાંચો-

  -છૂટાછેડા પર અરબાઝનું પહેલું નિવેદન- '21 વર્ષનાં પ્રયાસ નિષ્ફળ ગયા'
  -
  બ્રાઇડલ પાર્ટીમાં મા અને સાસુ સાથે મનભરીને નાચી પ્રિયંકા
  -ફિટનેસ મામલે ટાઇગર શ્રોફને ટક્કર આપે છે તેની બહેન, જુઓ તસવીરો
  -'સિલસિલા..': કુનાલ મૌલી પાસે પરત આવ્યો, લગ્નને એક તક આપવા વિનંતી કરી
  -47 કરોડનું છે USમાં પ્રિયંકા-નિકનું 5 રૂમનું ઘર, જુઓ અંદરની તસવીરો
  Published by:Margi Pandya
  First published: