Home /News /entertainment /વિશાલ સિંહે શરૂ કર્યું હમ હઈ તોહાર દુલ્હાનું શૂટિંગ, ગોરખપુર બન્યું ભોજપુરી ફિલ્મોનું હબ!

વિશાલ સિંહે શરૂ કર્યું હમ હઈ તોહાર દુલ્હાનું શૂટિંગ, ગોરખપુર બન્યું ભોજપુરી ફિલ્મોનું હબ!

વિશાલ હમ હઈ તોહાર દુલ્હા (Hum hain tohar Dulha) ફિલ્મથી ફરી ધૂમ મચાવવા તૈયાર છે

વર્તમાન સમયે એક પછી એક ભોજપુરી ફિલ્મોનું શૂટિંગ ગોરખપુરમાં થઈ રહ્યું છે, જેના પરથી હવે ગોરખપુર ભોજપુરી ફિલ્મોના શૂટિંગ માટેનું હબ બની ગયું હોવાનું કહી શકાય. તાજેતરમાં જ રવિ કિશને પણ નવી ફિલ્મ સીટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

વધુ જુઓ ...
    મુંબઇ: ભોજપુરી સિનેમામાં વિશાલ સિંહ (Vishal Singh)નું નામ ખૂબ જાણીતું છે. તે પોતાની જબરજસ્ત ડાયલોગ ડિલિવરી અને એક્શન માટે ચાહકોને મનમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હવે વિશાલ હમ હઈ તોહાર દુલ્હા (Hum hain tohar Dulha) ફિલ્મથી ફરી ધૂમ મચાવવા તૈયાર છે. આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

    વિશાલની આગામી ફિલ્મ હમ હઈ તોહાર દુલ્હાનું શૂટિંગ ગોરખપુરમાં શરૂ થયું હોવાનું જાણવા મળે છે. આ પહેલા આમ્રપાલી દુબેએ પોતાની આગામી ફિલ્મ દાર એગો લાંછનનું શૂટિંગ ગોરખપુરમાં કર્યું હતું. વર્તમાન સમયે એક પછી એક ભોજપુરી ફિલ્મોનું શૂટિંગ ગોરખપુરમાં થઈ રહ્યું છે, જેના પરથી હવે ગોરખપુર ભોજપુરી ફિલ્મોના શૂટિંગ માટેનું હબ બની ગયું હોવાનું કહી શકાય. તાજેતરમાં જ રવિ કિશને પણ નવી ફિલ્મ સીટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

    હમ હઈ તોહાર દુલ્હા હશે પારિવારિક ફિલ્મ

    હમ હઈ તોહાર દુલ્હા (Hum hain tohar Dulha) ફિલ્મમાં 80ના દાયકાના રીત રિવાજો અને ભોજપુરી પરિવેશ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના ગોરખપુર સહજનાવાના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. તેમાં વિશાલનો લુક એકદમ સામાન્ય ગ્રામીણ યુવકનો હશે. આ ફિલ્મ દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ પારિવારિક હશે. અભિનેતા વિશાલ સિંહ પણ તેને લઈને ઘણા ઉત્સાહિત છે

    અહીં નોંધનીય છે કે, વિશાલ સિંહ પોતાની દરેક ભોજપુરી ફિલ્મમાં કંઇક ને કંઇક નવું કરતો રહે છે. જેથી તેના ફેન્સમાં તેનો જબરદસ્ત ક્રેઝ છે. વિશાલ સિંહે આ અંડર પ્રોડક્શન ફિલ્મ માટે પોતાનો લુક પણ બદલી નાખ્યો છે અને તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.bho

    આ પણ વાંચો: અભિનયની પાઠશાળા હતા દિલીપ કુમાર, વારસા માટે કોના પર મૂક્યો હતો ભરોસો?

    આ ફિલ્મનું નિર્માણ RRS ફિલ્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ભોજપુરી સિનેમાના ચાહકોનું દિલ જીતવા બનાવવામાં આવી રહી છે. તેમાં ભોજપુરી પરંપરા, રીત રિવાજ જોવા મળશે. આ ભોજપુરી ફિલ્મના નિર્માતા વ્યાસ મુનિ સિંહ છે. દિલીપ જાન આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સાંભળે છે. જ્યારે ફિલ્મના લેખક સંજય મહાતો છે. આ ફિલ્મમાં વિશાલ સિંહની હીરોઇન રૂપા મિશ્રા છે.

    અહી ઉલ્લેખનિય છે કે વિશાલ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર જિલ્લામાં થયો હતો. તેઓને ભોજપુરી સિનેમાના મોટા સ્ટાર માનવામાં આવે છે. તેમણે ઘણી સફળ ફિલ્મો આપી છે અને તે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.
    First published:

    Tags: Bhojpuri Film, Films