બિગ બી બાદ હવે સંજય દત્તે ખરીદી લક્ઝુરિયસ કાર, આટલી છે કિંમત

News18 Gujarati
Updated: April 14, 2019, 10:03 AM IST
બિગ બી બાદ હવે સંજય દત્તે ખરીદી લક્ઝુરિયસ કાર, આટલી છે કિંમત
બિગ બી બાદ હવે સંજય દત્તે ખરીદી લક્ઝરી કાર

સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કાર સાથેની તસવીર શેર કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ મર્સિડીઝ-બેન્ઝની V-Class કાર ખરીદી હતી. તે બાદ હવે સંજય દત્તે પણ એક લક્ઝરી કાર ખરીદી છે. સંજય દત્તે એસયુવી રેન્જ રોવર કાર ખરીદી છે. આ કાર ખરીદવાની ખુશી સંજય દત્તે પોતે ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે. સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કાર સાથેની તસવીર શેર કરી છે. આ તસવીર સાથે તેણે લખ્યું છે કે, ન્યૂ એડિશન ટૂ ધ ફેમિલી.

તસવીરમાં સંજય દત્ત સાથે જે કાર દેખાઇ રહી છે, તે રેન્જ રોવર એસવી ઓટોબાયોગ્રાફી એલડબ્લૂબી છે. આ એસયુવી કારનું રજિસ્ટ્રેશન નંબર 4545 છે. આ એક લક્ઝરી એસયુવી છે, જે દમદાર પાવર એન્જિન અને સરસ ફીચર્સ ધરાવે છે. સંજય દત્તે જે કાર ખરીદી છે, દિલ્હીમાં તેની એક્સ શો રૂમ કિંમત લગભગ 2.11 કરોડ રૂપિયા છે.
 View this post on Instagram
 

A new addition to the family! Thank you Nasir & #Landrover_ModiMotors 🙏


A post shared by Sanjay Dutt (@duttsanjay) on
 આ પણ વાંચો: આ ટીવી એક્ટ્રેસે રાહુલ ગાંધીને કરી Loveની ઓફર! રાખ્યું નવરાત્રીનું વ્રત

સંજય દત્ત આગામી ફિલ્મ 'કલંક'માં જોવા મળશે. કલંકમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક વર્મન છે. આ ફિલ્મ 17 એપ્રિલ, 2019ના રોજ રીલિઝ થશે.
First published: April 13, 2019, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading