મુંબઈ : બચ્ચન પરિવારના તમામ સભ્યોએ કોરોનાને હરાવ્યો છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ (Coronavirus Test) આવ્યો છે. ગત દિવસોમાં કોરોના સંક્રમણ બાદ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યાર બાદ ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા બચ્ચનને હૉસ્પિટમાં ખસેડામાં આવ્યા હતા. બચ્ચન પરિવારના અન્ય સભ્ય સાજા થઈને પરત આવી ગયા હતા પરંતુ અભિષેક હૉસ્પિટલમાં જ દાખલ હતો. હવે અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગિટવ આવ્યો છે. ખુદ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. અભિષેક બાદ અમિતભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અભિષેકનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તે હૉસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવી રહ્યો છે.
અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, 'એક વચન એક વચન હોય છે. આ બપોરે હું કોવિડ 19ના ટેસ્ટમાં નેગેટિવ આવ્યો છું!! મેં તમને બધાને કહ્યુ હતું કે હું તેને મ્હાત આપી દઇશ. મારા અને મારા પરિવાર માટે પાર્થના કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર. નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટર્સ, નર્સેસને આટલું બધુ કરવા માટે મારા તરફથી ખૂબ ખૂબ આભાર. THANK YOU!'
A promise is a promise!
This afternoon I tested Covid-19 NEGATIVE!!! I told you guys I’d beat this. 💪🏽 thank you all for your prayers for me and my family. My eternal gratitude to the doctors and nursing staff at Nanavati hospital for all that they have done. 🙏🏽 THANK YOU!
આ ટ્વીટમાં કોરોનાને મ્હાત આપ્યાની અભિષેકની ખુશી જોવા મળી રહી છે. આ ટ્વીટ પર તેના ચાહકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. તમામ લોકોએ અભિષેકની તબિયત સારી હોવાનું જાણીને ખુશી વ્યક્ત કરી હતી.
T 3620 - Abhishek tests negative for CoviD .. discharged from Hospital .. on his way home ..
GOD IS GREAT .. 🙏🙏🙏🙏
.. thank you Ef and well wishers for your PRAYERS .. pic.twitter.com/aHyBw0SPFH
નોંધનીય છે કે કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડ્યા બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અભિષેક સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહ્યો હતો. તે પોતાના સ્વાસ્થ્ય અંગેની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ચાહકોને પહોંચાડતો હતો. ગત દિવસોમાં તેણે સારવાર દરમિયાન સેલ્ફ કેર ચાર્ટ પણ શેર કર્યો હતો. હવે કોરોના નેગેટિવ આવવાની ખુશી પણ તેણે જાતે જ શેર કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર