5 વર્ષ બાદ એક સાથે ઓન-સ્ક્રીન પર નજર આવશે સૈફીના

News18 Gujarati
Updated: June 13, 2018, 10:15 AM IST
5 વર્ષ બાદ એક સાથે ઓન-સ્ક્રીન પર નજર આવશે સૈફીના
News18 Gujarati
Updated: June 13, 2018, 10:15 AM IST
સૈફ અલી ખાન અને કરીના કપૂર હાલ લંડનમાં રજાઓ મનાવી રહ્યાં છે. આ બન્ને સાથે તેમનો લાડલો નવાબજાદે તૈમુર અલી ખાન પણ હાજર છે. સોનમ કપૂરના જન્મદિવસની ઉજવણીમાં લંડન પહોંચી કરિનાને સેફ અને તૈમુર સાથે રજાઓ ગાળવાની તક મળી ગઇ હતી. પરંતુ હવે લંડનમાં એક કામ સાથે આ બન્ને પોતાનો એક જરુરી પ્રૉજેક્ટ પણ પૂર્ણ કરશે.

ખરેખર, સ્પૉટબૉયના અહેવાલ મુજબ, સૈફ અને કરિના લંડનમાં એક એડ કોમર્શિયલ માટે શૂટિંગ કરવાના છે. રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હતી કે તે બન્ને 5 વર્ષ બાદ એક સાથે ઓન-સ્ક્રીન જોવા મળશે.
mum dad and tai tai out on a stroll 🌍💕


A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on


Loading...
સૈફ અને કરિનાએ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડને સાઇન કરી છે અને આ બન્ને એક કોમર્શિયલ માટે લંડનમાં શૂટિંગ કરશે. કરિના એક દિવસ પહેલા જ લંડન પહોંચી તો સૈફ પણ નવદિપ સિંહની ફિલ્મના શૂટિંગમાં કામ પૂર્ણ કરીને ત્યા પહોંચ્યા. આ બન્ને આ મહિના અંત સુધીમાં મુંબઇ પાછા ફરશે. કોમર્શિયલ કન્સેપ્ટ માટે કરિના અને સેફની જોડી પરફેક્ટ છે. આ સાથે જ વધુ ફેન્સને એક ખુશ ખબરી મળી શકે છે કારણ કે સૅફ ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં જોડાઈ શકે છે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर