એક્ટર આફતાબ શિવદસાની બન્યો પિતા, શેર કરી દીકરીની પહેલી તસવીર

News18 Gujarati
Updated: August 2, 2020, 2:51 PM IST
એક્ટર આફતાબ શિવદસાની બન્યો પિતા, શેર કરી દીકરીની પહેલી તસવીર
આફતાબ શિવદસાની (Aftab Shivdasani)એ તેની દીકરી (Daughter)ની પહેલી તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.

આફતાબ શિવદસાની (Aftab Shivdasani)એ તેની દીકરી (Daughter)ની પહેલી તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા એક્ટકર આફતાબ શિવદસાની (Aftab Shivdasani)અને તેની પત્ની નિન દુસાંજ (Nin Dusanj)નાં ઘરે દીકરીનો જન્મ થતયો છે. આફતાબનાં ઘરે શનિવારે એટલે કે 1 ઓગષ્ટનાં દીકરીનો જન્મ થયો. આ આફતાબ અને નિન દુસાંજની પહેલી સંતાન છે. ઘરમાં દીકરી આવવાની ખુશી આફતાબે ફેન્સ સાથે શેર કરી હતી. તેણે પત્ની અને દીકરીની સાથે સોશિયલ મીડિયા પર તેમની પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં આફતાબ તેની દીકરીનાં નાનકડા પગ દેખાય છે આફતાબ શેર કરેલી દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આફતાબ શિવદસાનીએ ફેન્સની સાથે ખુશી શેર કરતાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે તેની દીકરીની પહેલી ઝલક શેર કરી છે. આ તસવીરમાં તેણે દીકરીનો ચહેરો નથી દેખાડ્યો. પણ પત્ની અને તેનાં હાથથી દિલ શેપ બનાવીને વચ્ચે દીકરીનાં નાનકડા પગ દેખાડ્યા છે. આ ફોટો ઘણો જ ક્યૂટ છે. આફતાબ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ

દીકરી સાથે ક્યૂટ ફોટો શેર કરતાં આફતાબ લખે છે, 'સ્વર્ગનો એક ટુકડો ધરતી પર મોકલવામાં આવ્યો છે.. ભગવાનનાં આશીર્વાદ સાથે નિન દુસાંજ અને હું અમારી દીકરીનાં જન્મની ખબર આપતા ખુબજ ઉત્સાહિત છીએ. અમે ગૌરવાંવિત માતા-પિતા અને ત્રણ લોકોનો પૂર્ણ પરિવાર. આફતાબ દ્વારા શેર કરવામાં આવેલી આ ક્યૂટ તસવીર. અને એટલી જ સુંદર કેપ્શન.

આ પણ વાંચો- સુશાંત સિંહનાં ડિપ્રેશન અંગે થેરપિસ્ટનો મોટો ખુલાસો, બોલી- રિયા હતી મજબૂત સપોર્ટ

દીકરીનાં આવવાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ આફતાબ અને નિનને વધામણીઓ મળવા લાગી હતી. જ્યાં એક તરફ તેનાં ફેન્સ વધામણીઓ આપતા હતાં તો બીજી તરફ સેલિબ્રિટીઝ પણ તેને કમેન્ટમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતાં.
Published by: Margi Pandya
First published: August 2, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading