ફ્રી પરફોર્મન્સનાં બદલામાં એવોર્ડની આપવાની વાત મે ફગાવી દીધી: અદનાન સામી

News18 Gujarati
Updated: July 28, 2020, 11:22 AM IST
ફ્રી પરફોર્મન્સનાં બદલામાં એવોર્ડની આપવાની વાત મે ફગાવી દીધી: અદનાન સામી
અદનાન સામી, સિંગર (ફાઇલ ફોટો)

અદનાન સામી (Adnan Sami)એ કહ્યું કે તેમની ડિગનિટી અને સેલ્ફ રિસ્પેક્ટે તેમને પરફોર્મન્સનાં બદલામાં એવોર્ડ લેવા ન દીધો. હું ક્યારેય એવોર્ડ ખરીદીશ નહીં. મારી ગરિમા અને સ્વભિમાન જ છે જેને હું મારી કબરમાં લઇ જઇ શકુ.. બીજુ કંઇજ નહીં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત સિંગર અદનાન સામીએ (Adnan Sami) ફિલ્મ નિર્માતા શેખર કપૂર (Shekhar Kapur)ની એક ટ્વિટ પર વાત કરી હતી. આ ટ્વિટમાં શેખર કપૂર કહે છે કે બોલિવૂડમાં વાતચીતથી એવોર્ડ મળે છે. અદાનને તેની ટ્વિટમાં પણ બાદમાં તે વાતનો ઉલ્લેખ કર્યો કે, એક વખત ફ્રી પરફોર્મન્સનાં બદલામાં તેને એવોર્ડ આપવાની વાત થઇ હતી જોકે તેમે તેનાં આત્મસન્માનને કારણે આવું કરવાની ના પાડી દીધી હતી.

શેખર કપૂરે ટ્વિટમાં લખ્યુ હતું કે, બોલિવૂડ ફિલ્મનાં એવોર્ડએ તમારી ક્રિએટિવિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા પુરસ્કાર નથી પણ એક ભાવતાલ છે. જો હું તમને એવોર્ડ આપુ તો તમે મારા માટે સ્ટેજ પરફોર્મન્સ આપશો.. શેખર કપૂરે આ વાત સુશાંત સિંઘ રાજપૂતની ઘટનાને ધ્યાનમાં રાખીને તેમનાં ટ્વિટર પેજ પર એક આર્ટિકલ સાથે મુકી હતી.

જેને ટાંકીને પ્રખ્યાત સિંગર અદનાન સામીએ ટ્વિટ કરી છે કે, સાચી વાત છે.. મને પણ વાતચીતનો સામનો કરવો જ પડ્યો હતો. જ્યાં તેઓ ઇચ્છતા હતાં કે હું મફતમાં પરફોર્મન્સ કરુ તેનાં બદલામાં એવોર્ડ લઇ જવું. મે આમ કરવાની ના પાડી દીધી હતી. કારણ કે હું ક્યારેય એવોર્ડ ખરીદીશ નહીં.. મારી ગરીમા અને સ્વાભિમાન જ છે જે હું મારી સાથે કબરમાં લઇ જઇ શકુ.. અન્ય કંઇ જ નહીં.

આ પણ વાંચો-સુશાંત સિંઘ કેસ: મહેશ ભટ્ટ બાદ હવે કરન જોહરની પૂછપરછ કરશે મુંબઇ પોલીસ

શેખર કપૂરે સુશાંત સિંઘ રાજપૂતને ટાંકતા એક આર્ટિકલ શેર કર્યો છે જેમાં તેમણે આ વાત કરી છે. સુશાંત સિંઘ રાજપૂતે ફિલ્મોમાં આટલાં ઉમદા પરફોર્મન્સ આપવા છતાં તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોઇએ એવો આવકાર મળ્યો ન હતો. જેનો તેને વસવસો હતો. આ વાત કંગના રનૌટ તેનાં વીડિયોમાં વારંવાર કહી ચૂકી છે.
Published by: Margi Pandya
First published: July 28, 2020, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading