બોલિવૂડના પોપ્યુલર સિંગર અદનાન સામી પોતાની બોડી ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં હતો. હવે તાજેતરમાં અદનાન સામીએ કંઈક એવું કામ કરી દીધું છે કે જેના કારણે તે એક વખત ફરીથી ચર્ચામાં છે. તે એ છે કે અદનાને મંગળવારે એક પોસ્ટ શેર કરી ઈન્સ્ટાગ્રામને અલવિદા કરી દીધું છે.
બોલિવૂડના પોપ્યુલર સિંગર અદનાન સામી પોતાની બોડી ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં હતો. હવે તાજેતરમાં અદનાન સામીએ કંઈક એવું કામ કરી દીધું છે કે જેના કારણે તે એક વખત ફરીથી ચર્ચામાં છે. તે એ છે કે અદનાને મંગળવારે એક પોસ્ટ શેર કરી ઈન્સ્ટાગ્રામને અલવિદા કરી દીધું છે. એટલું જ નહીં અદનાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બધી પોસ્ટ ડિલીટ પણ કરી દીધી છે.
અદનાને વીડિયો શેર કરી લખ્યું- 'અલવિદા'
50 વર્ષના અદનાન સામીએ એક મોશન વીડિયો શેર કર્યો છે. પાંચ સેંકડના આ વીડિયોમાં ઈંગ્લિશમાં 'અલવિદા' (ALVIDA) લખેલું દેખાઈ રહ્યું છે. જેના કેપ્શનમાં તેણે માત્ર 'અલવિદા' જ લખેલું છે. તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અદનાને ઈન્સ્ટાગ્રામને અલવિદા કહી દીધું છે. જો કે કેટલાક યુઝર્સ અંદાજ લગાવી રહ્યા છે કે 'ALVIDA' અદનાન સામીનું કોઈ નવું ગીત, આલ્બમ અથવા પ્રોજેક્ટ છે. એટલું જ નહીં કેટલાકનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામમાંથી બધી પોસ્ટ ડિલીટ કરવીએ અદનાનનું એક પ્રમોશનલ મૂવ છે.
બીજી તરફ સિંગરના ફેન્સ તેના આવું કરવાનું કારણ સમજી નથી રહ્યા. આવામાં ઘણા યુઝર્સ કમેન્ટ દ્વારા સિંગરને પૂછી રહ્યા છે કે આખરે તેણે આ નિર્ણય કેમ લીધો. ફેન્સના આશ્ચર્યનું કારણ એ પણ છે કે આ પહેલા અદનાન સામી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો હતો. પોતાના અપકમિંગ પ્રોજેક્ટની જાણકારી આપવાની હોય, કોન્સર્ટ હોય કે પછી ફેમિલી વેકેશન, સિંગર પોતાના ફેન્સની સાથે બધું શેર કરતો હતો.
સોશિયલ મીડિયા પર સિંગરના ઘણા ફોલોઅર્સ છે. પોતાના ટ્રાન્સફોર્મેશન માટે પણ અદનાન સામી ચર્ચામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર અદનાન સામીના 6 લાખ 72 હજારથી વધારે ફોલોઅર્સ છે. થોડા દિવસ પહેલા જ અદનાન સામીએ પોતાના કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. આ ફોટોઝમાં અદનાન સામીનું બોડી ટ્રાન્સફોર્મેન જોવા લાયક હતું. ફોટોઝમાં અદનાન સામી સ્માર્ટ, ફિટ અને ઘણો યંગ દેખાય રહ્યો છે. આ ફોટો ઘણો વાયરલ થયો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર