Home /News /entertainment /અદનાન સામીએ શા કારણે છોડ્યુ પાકિસ્તાન? કર્યો એવો મોટો ધડાકો કે ફરી મચ્યો હંગામો

અદનાન સામીએ શા કારણે છોડ્યુ પાકિસ્તાન? કર્યો એવો મોટો ધડાકો કે ફરી મચ્યો હંગામો

ફોટો ક્રેડિટ : adnan sami facebook

અદનાન સામીએ જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનમાં કેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. તેમનું કહેવું છે કે હકીકત જાણીને જનતા ચોંકી જશે.

    ફેમસ મ્યુઝિશિયન અને સિંગર અદનાન સામી, હવે ભારતના નાગરિક છે અને ઘણી વખત દેશ પ્રત્યેની તેમની વફાદારી સાબિત કરી ચૂક્યા છે. લોકો અદનાનને તેની ઈમાનદારી માટે પણ ખૂબ પસંદ કરે છે. તેને 2016માં ભારતીય નાગરિકતા મળી હતી અને તે પહેલા તે પાકિસ્તાનનો નાગરિક હતો.

    જ્યારે તેણે પાકિસ્તાન છોડીને ભારતના નાગરિક બનવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણાને આઘાત લાગ્યો હતો. ઘણી વખત પાકિસ્તાની નાગરિકો અદનાન પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા છે. તે જ સમયે, 6 વર્ષ પછી, હવે અદનાને આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    અદનાન સામીએ જણાવી કડવી વાસ્તવિકતા


    હકીકતમાં, હાલમાં જ અદનાન સામીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખી છે અને નાગરિકતા અંગેના નિર્ણય પછી તેના પર સવાલ ઉઠાવનારાઓને જોરદાર જવાબ આપ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું- 'ઘણા લોકો મને પૂછે છે કે મને પાકિસ્તાન પ્રત્યે આટલી નફરત કેમ છે? કડવી વાસ્તવિકતા એ છે કે મને પાકિસ્તાનના લોકો પ્રત્યે કોઈ ખરાબ લાગણી નથી, તેઓએ મારી સાથે ખૂબ સારું વર્તન કર્યું છે. જેઓ મને પ્રેમ કરે છે તેમને હું પ્રેમ કરું છું - પીરિયડ'.








    View this post on Instagram






    A post shared by ADNAN SAMI (@adnansamiworld)





    વર્ષો સુધી મૌન રહ્યો પણ...


    તેણે આગળ લખ્યું- 'જોકે, મને પ્રશાસન સાથે ઘણી સમસ્યા છે. જે લોકો મને ઓળખે છે, તેઓને પણ ખબર હશે કે વહીવટીતંત્રે મારી સાથે ઘણા વર્ષોથી શું કર્યું છે. તેના કારણે જ આખરે મારે પાકિસ્તાન છોડવું પડ્યું.

    આ પણ વાંચો :  વધતી જઇ રહી છે ભૂમિ પેડનેકરની બોલ્ડનેસ, સ્ટાઇલિશ બ્લાઉઝમાં આપ્યા એકથી એક કાતિલ પોઝ

    એક દિવસ, ટૂંક સમયમાં હું જાહેર કરીશ કે મારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો છે, જેની તમને ભાગ્યે જ ખબર હશે. મારો આ ઘટસ્ફોટ સાંભળીને સામાન્ય જનતા ચોંકી જશે! હું વર્ષો સુધી આ અંગે મૌન રહ્યો પરંતુ યોગ્ય તક મળતાં જ હું બધું કહીશ.


    ક્યાંથી શરૂ થયો હંગામો


    તમને જણાવી દઈએ કે અદનાનની નાગરિકતા અંગેનો હંગામો ફરી ત્યારે તાજો થયો જ્યારે તેણે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી. તે જ સમયે, અદનાન સામીએ આ વિશે ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે 'સારી ટીમ જીતી, ઇંગ્લેન્ડને અભિનંદન'.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Pakistani Singer, Playback Singer

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन