Home /News /entertainment /B'day Special : આ એક્ટ્રેસના ગળાડૂબ પ્રેમમાં હતો આદિત્ય રૉય કપૂર, જાણો લવ સ્ટોરીમાં કોણ બન્યું વિલન

B'day Special : આ એક્ટ્રેસના ગળાડૂબ પ્રેમમાં હતો આદિત્ય રૉય કપૂર, જાણો લવ સ્ટોરીમાં કોણ બન્યું વિલન

ફોટો ક્રેડિટ : @adityaroykapur ઇન્સ્ટાગ્રામ

આદિત્યને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ ફિલ્મ 'આશિકી 2'થી મળી હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આદિત્ય રૉય કપૂરના 37માં જન્મદિવસ પર અમે તમને તેમની લાઈફ અને લવ લાઈફ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો (know About Aditya's Love life) જણાવવા જઈ રહ્યા છીએ.

વધુ જુઓ ...
    આશિકી-2 ફેમ આદિત્ય રોય કપૂરનો આજે એટલે કે 16 નવેમ્બરના જન્મદિવસ (Aditya Roy Kapoor Birthday) છે. તેણે બોલિવૂડના ઘણા શાનદાર ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સાથે કામ કર્યું છે. એટલું જ નહીં તેણે એક અભિનેતા તરીકે બોલીવૂડમાં પણ સારી એવી રીતે પોતાની ઓળખ ઉભી કરી છે. આજે તેમનો 37મો જન્મદિવસ છે અને આ અભિનેતાએ પોતાના અભિનયના દમ પર એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે.

    આદિત્યને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ ફિલ્મ 'આશિકી 2'થી મળી હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આદિત્ય રૉય કપૂરના 37માં જન્મદિવસ પર અમે તમને તેમની લાઈફ અને લવ લાઈફ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો (know About Aditya's Love life) જણાવવા જઈ રહ્યા છીએ.

    આ પણ વાંચો :  Bigg Boss 16 : ટીના દત્તા છે પરફેક્ટ 'BB'મટિરિયલ, એક નહીં આ 5 છે કારણો

    આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બર, 1985ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન તેમની ભાભી છે. કહેવાય છે કે આદિત્ય પહેલા ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ થોડા સમય બાદ તેણે ક્રિકેટ છોડી દીધી હતી. ત્યાર પછી તેણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો અને એક અલગ જ સ્થાન હાંસલ કર્યું હતું. આદિત્ય રોય કપૂરે વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 'લંડન ડ્રીમ'થી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

    પરંતુ આદિત્યને ઓળખ 2013માં આવેલી ફિલ્મ 'આશિકી 2'થી મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 'આશિકી 2'માં શ્રદ્ધા અને આદિત્યની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં કામ કર્યા બાદથી જ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના અફેરની ચર્ચા જોરશોરથી શરૂ થઇ ગઇ હતી.

    આ પણ વાંચો :  Video : પિતાના નિધનથી ખરાબ રીતે ભાંગી પડ્યો મહેશ બાબુ, આવી હાલત જોઇને ભાવુક થયા ફેન્સ

    મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને સાથે રહેવા ઇચ્છતા હતા. બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. 'આશિકી 2' બાદ આ જોડી ફિલ્મ 'ઓકે જાનુ'માં જોવા મળી હતી. જો કે આદિત્ય અને શ્રદ્ધાના સંબંધોને અભિનેત્રીના પરિવારે ક્યારેય સ્વીકાર્યા નહોતા. રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધાની માતાને હંમેશા લાગતુ હતુ કે આદિત્ય શ્રદ્ધાના કેરિયર પર બોજ બની રહ્યો છે, જેના કારણે વર્ષ 2016માં બંને અલગ થઈ ગયા હતા.



    શ્રદ્ધા કપૂર બાદ આદિત્ય રોય કપૂરના જીવનમાં ડિવા ધવન આવી હતી. બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. જો કે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી. એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે તે અને ડિવા ઘણા વર્ષોથી સારા મિત્રો છે અને તેમની વચ્ચે હવે કોઈ સંબંધ નથી. ડિવા બાદ હવે આદિત્ય રોય કપૂરનું નામ અનન્યા પાંડે સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમાં જ બંને દિવાળીની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, જે બાદ તેમના ડેટિંગની ખબરો ફેલાઇ રહી છે.
    First published:

    Tags: Aditya roy kapur, Bollywood affairs, Bollywood Latest News, Shraddha kapoor

    विज्ञापन
    विज्ञापन