Home /News /entertainment /

રેપનાં આરોપો પર આદિત્ય પંચોલીએ તોડી ચુપ્પી, કહી આ વાત

રેપનાં આરોપો પર આદિત્ય પંચોલીએ તોડી ચુપ્પી, કહી આ વાત

વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ 376...328..384...341...342...323...506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ 376...328..384...341...342...323...506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલીએ પોતાંનાં પર લાગેલાં આરોપો પર ચુપ્પી તોડી છે. પંચોલીએ કહ્યું કે, આ મારા વિરુદ્ધ એક સમજી વિચારીને લીધેલું પગલું છે. એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પીલિંગ મૂન સાથે વાત કરતાં આદિત્યએ કહ્યું કે, FIR દાખલ થઇ છે, હવે તપાસ થશે, એક વખત પૂછપરછ થશે તો માલૂમ થશે કે 13-14 વર્ષ પહેલાં રેપ થયો હતો કે આ એક કાવતરું હતું. તપાસ બાદ સત્ય સૌની સામે આવશે.

    આ પણ વાંચો-કબિર સિંઘે 7 દિવસમાં કરી જબરદસ્ત કમાણી, જાણો અત્યાર સુધીનો આંકડો

    આદિત્ય વિરુદ્ધની આ FIR ગુરુવારે 27 જૂનનાં રોજ થઇ હતી. આ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, આ આરોપો ખોટા છે. તે ઉપરાંત તેણે તેનાં વિરુદ્ધ ચાલી રહેલાં ખંડણીનાં કેસ પણ નકાર્યો અને તે અંગે મીડિયા સાથે વાત કરી. વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ 376...328..384...341...342...323...506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો-આ સેલિબ્રિટીઝે ફિલ્મની માંગ માટે ઉતાર્યા હતાં કપડાં

    એક્ટ્રેસે પંચોલી વિરુદ્ધ પોતાનું નિવેદન દાખલ કરાવ્યું છે. દાખલ કરવામાં આવેલી FIR મુજબ વર્ષ 2004-2009 વચ્ચે આરોપીએ નશાનાં ડોઝ આપીને પીડિતાનું યૌન શોષણ કર્યુ હતું. તેની આપત્તિજનક સ્થિતિમાં તસવીરો લીધી હતી. અને પરિવારવાળા- સંબંધીઓને બતાવવાની ધમકી આપીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં 50 લાખ રૂપિયા વસૂલ્યા હતાં. સાથે જ જ્યારે જ્યારે પીડિતાએ પોલીસ ફરિયાદ કરવા માંગી તો તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ આખા મામલાની વર્સોવા પોલીસ સ્ટેશનમાં તપાસ થઇ રહી છે.

    આ પણ વાંચો-નિકે પ્રિયંકાને પડતાં પડતાં બચાવી, થઇ શકતી હતી દૂર્ઘટના
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aditya Pancholi, Rape-case, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन