એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: એક્ટર આદિત્ય પંચોલી પર ગત દિવસોમાં બોલિવૂડની જાણીતી એક્ટ્રેસે રેપ કેસ કર્યો છે. આ મામલે એક્ટ્રેસે લેખિત ફરિયાદ દાખલ કરી છે. એક્ટ્રેસે મારપીટ, રેપ, ધમકી અને બ્લેકમેલિંગનોઆરોપ લગાવતા લેખિત નિવેદનમાં પોલીસને કહ્યું છે કે, તેણે જ્યારથી આ કેસમાં પોલીસ ફરિયાદ કરી છે ત્યારથી દરરોજ આ કેસમા નવાં ખુલાસા સામે આવી રહ્યાં છે. હાલમાં એક અંગ્રેજી અખબરને એક્ટ્રેસે ઇન્ટરવ્યુંમાં કારમાં તેની સાથે થયેલી ભયાવહ ઘટના શેર કરી હતી.
અખબારની રિપોર્ટ મુજબ, 'વર્ષ 2004માં આદિત્યની સાથે એક પાર્ટીમાં ગઇ હતી. આ પાર્ટીમાં કેટલાંક ડ્રિંક્સ પીધા બાદ મને ચક્કર આવવા લાગ્યા. તે બાદ મને શક ગયો કે કદાચ મારા ડ્રિંક્સમાં કંઇ ભેળવવામાં આવ્યું છે. પાર્ટી પૂર્ણ થયા બાદ પંચોલીએ મને કહ્યું કે, તે મને ઘરે ડ્રોપ કરી દેશે કારણ કે મારી હાલત ઠીક નથી. હું તેની રેન્જ રોવર કારમાં બેસીને ચાલી ગઇ. પણ તેણે યારી રોડની વચ્ચે કાર રોકી અને મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે મારી તેની સાથે આપત્તિજનક હાલતમાં તસવીરો પણ ક્લિક કરી લીધી.'
તેણે કહ્યું કે, 'જ્યારે બીજા દિવસે હું તેનેમળી તો તેણે કહ્યું કે, આપણાં બંનેની વચ્ચે પતિ-પત્ની વાળો સંબંધ કાયમ થઇ ગયો છે. અને આપણે એવી જ રીતે રહીશું. જ્યારે મે તેને મારાં પિતાની ઉંમરનો જણાવીને રિજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો તો તેણે મારી આપત્તિજનક તસવીરો મને બતાવી અને મને આ સંબંધમાં રહેવા માટે મજબૂર કરી.'
એક્ટ્રેસે કહ્યું કે, તેનાં સંબંધ અંગે આદિત્યની પત્ની જરીનાને પણ ખબર હતી. પણ તેને તેનાંથી કોઇ જ પરેશાની ન હતી. એક્ટ્રેસે જણાવ્યું કે, 'જરીનાએ મારી મદદ કરવાની જગ્યાએ એમ કહ્યું કે, આદિત્ય જ્યારે ઘરે નથી હોતો ત્યારે ઘરે શાંતિ રહે છે.' એક્ટ્રેસે આ લેખિત ફરિયાદમાં એમ પણ દાવો કર્યો છે કે, તેમણે આ કેસમાં જાણકારી મોટા પોલીસ અધિકારીને પણ આપી છે.
મીડિયા રિપોર્ટ્સની માનીયે તો એક્ટ્રેસે તેનાં નિવેદનમાં આદિત્ય પર એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે દાવો કર્યો છે કે, 'આદિત્યએ તેનાં ઘરમાં કામ કરનારી 14 વર્ષની નાબાલિકનો પણ રેપ કર્યો છે.' તો બીજી તરફ આદિત્યએ પોલીસ ફરિયાદ કરતાં એક્ટ્રેસ અને તેની બહેન પર જુઠ્ઠા આરોપો લગાવવીને ફસાવવાંનો દાવો કર્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર