Home /News /entertainment /

આદિત્ય પંચોલી ફિલ્મો કરતાં વિવાદો માટે વધુ પ્રખ્યાત, બે વખત લાગ્યો છે બળાત્કારનો આરોપ

આદિત્ય પંચોલી ફિલ્મો કરતાં વિવાદો માટે વધુ પ્રખ્યાત, બે વખત લાગ્યો છે બળાત્કારનો આરોપ

આદિત્ય પંચોલી જન્મદિવસ

અભિનેતા, નિર્માતા અને ગાયક આદિત્ય પંચોલી (Aditya Pancholi)નો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. લીડ એક્ટર (Actor) તરીકે તે સફળ ન થઈ શક્યો પરંતુ તેણે સહાયક કલાકાર (Supporting artist) તરીકે ઘણું નામ કમાવ્યું

    Aditya Pancholi Birthday : અભિનેતા, નિર્માતા અને ગાયક આદિત્ય પંચોલી (Aditya Pancholi)નો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. લીડ એક્ટર (Actor) તરીકે તે સફળ ન થઈ શક્યો પરંતુ તેણે સહાયક કલાકાર (Supporting artist) તરીકે ઘણું નામ કમાવ્યું. આ સિવાય તેને નેગેટિવ પાત્રો (Negative Role)માં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે આદિત્ય તેની ફિલ્મી કરિયર (Career)ના કરતા વધુ વિવાદો (Controversy)ને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પાડોશી પર હુમલો, ક્યારેક ડીજે બાઉન્સર પર હુમલો, બે મહિલાઓએ તેના પર બળાત્કાર (Rape)નો આરોપ લગાવ્યો.

    આદિત્ય પંચોલીએ બોલિવુડમાં ડેબ્યુ કરતા પહેલા લગ્ન કર્યા હતા

    ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા આદિત્ય પંચોલીએ બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાનાથી છ વર્ષ મોટી ઝરીના વહાબ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી આદિત્યને ફિલ્મો મળી અને ઝરીના ગૃહિણી બની ગઈ.

    આદિત્યથી 20 વર્ષ નાની કંગના રનૌત સાથે અફેરની થઈ હતી ખુબ ચર્ચા

    થોડા વર્ષો પહેલા આદિત્ય અને તેનાથી 20 વર્ષ નાની કંગના રનૌતના અફેરના અહેવાલો હતા. કંગના તે સમયે કરિયર બનાવી રહી હતી અને આદિત્ય તેના મેન્ટર હતા. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થયો. તેની ખૂબ ચર્ચા થઈ.

    એક જાણીતી અભિનેત્રીએ આદિત્ય પંચોલી સામે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

    એક જાણીતી અભિનેત્રીએ આદિત્ય પંચોલી પર પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આદિત્ય પંચોલીએ તેને ડ્રગ્સ આપ્યું અને રેપ કર્યો. તે મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પંચોલી તેની સાથે મારપીટ કરતો હતો.

    આદિત્ય પંચોલી સામે બળાત્કારનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ તે ફેમસ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં હતો. ત્યાર બાદ તેના પર અભિનેત્રીની 15 વર્ષની નોકરાણી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો.

    ફ્લાઇટમાં કો-પાયલોટ સાથે ઝગડો

    2011માં આદિત્ય પંચોલીને ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર અને કો-પાઈલટ સાથે ઝઘડો થયો હતો. મામલો ખરાબ હવામાનની જાહેરાતનો હતો. આદિત્યએ ક્રૂ મેમ્બરને ધક્કો માર્યો હતો. બાકીના ક્રૂ મેમ્બરોએ પણ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ આદિત્ય પંચોલી માનવા તૈયાર થયા ન હતા.

    પબમાં લડાઈ

    આદિત્ય પંચોલી પણ 2015માં એક પબમાં મારપીટના કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આદિત્ય પંચોલીએ પબમાં ડીજે સાથે મારપીટ કરી કારણ કે તેનું મનપસંદ ગીત વાગ્યું ન હતું. ગુસ્સામાં તેણે ગાર્ડને ફોનથી માર્યો હતો. આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોનવજોત સિંહ સિદ્ધુની પુત્રી છે ખૂબ જ સુંદર, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની સુંદરતા સામે ફીકી પડે છે

    પાડોશી સાથે ઝપાઝપી

    ઘરના રિનોવેશનના કામને લઈને આદિત્ય પંચોલીએ પાડોશી સાથે ઝઘડો કર્યો હતો. તેણે પાડોશીનો કોલર પકડી લીધો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aditya Pancholi, Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन