Video : આદિત્ય નારાયણે હાથમાં પકડી છે વરમાળા અને સામે છે નેહા કક્કડ

News18 Gujarati
Updated: February 13, 2020, 4:48 PM IST
Video : આદિત્ય નારાયણે હાથમાં પકડી છે વરમાળા અને સામે છે નેહા કક્કડ
નેહા કક્કડ અને આદિત્ય

આ વીડિયોમાં નેહા પિંક રંગના ડ્રેસમાં નજરે પડી રહી છે.

  • Share this:
આદિત્ય નારાયણ અને નેહા કક્કડ 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે તે વાત કેટલાય દિવસથી ચર્ચામાં છે. ઇન્ડિયન આઇડલ 11ના સેટ પર તેમને ઇશ્કિયા હજી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કાલે 14 ફેબ્રુઆરી છે. અને તેમના લગ્નની ચર્ચાઓની વચ્ચે ઇન્ડિયન આઇડલના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં હવન, મહારાજ બધુ જ છે. અને આદિત્ય નારાયણ હાથમાં વરમાળા લઇને ઊભા છે.

આ વીડિયોમાં નેહા પિંક રંગના ડ્રેસમાં નજરે પડી રહી છે. તો બીજી તરફ આદિત્ય પણ શેરવાનીમાં સરસ લાગી રહ્યા છે. અને વીડિયો જોઇને લાગી રહ્યું છે કે નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્ન થવા જઇ રહ્યા હોય. જો કે આ વીડિયો પછી આગળ શું ટ્વીસ્ટ આવે છે તે તો જોવું જ રહ્યું.




 



View this post on Instagram




 

All set for the wedding!!#adityanehakishaadi #AdityaNarayan #NehAditya #NehuWedsAdi #NehaKakkar #indianidol11


A post shared by Neha Aditya (@_nehaaditya_) on





ઉલ્લેખનીય છે કે ઉદિત નારાયણ આ પહેલા પણ અનેક જગ્યાએ ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે તે નેહાને પોતાના ઘરની વહુ તરીકે જોવા માંગે છે. અને તે નેહા અને આદિત્યના લગ્નથી ખુશ પણ છે. પણ સાથે જ હાલમાં જ ઉદિત નારાયણે જણાવ્યું હતું કે તેમના પુત્ર આદિત્યે હજી સુધી નેહા સાથે લગ્ન વિષે કોઇ વાત નથી કરી તો લાગી રહ્યું છે કે આ ખાલી શોની ટીઆરપી વધારવા માટે જ કરવામાં આવ્યું છે.

જો આ તમામ વાતોની વચ્ચે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિશાલ દદલાની અને આ રિયાલિટી શોના અન્ય કટેંસ્ટેંટ પણ નજરે પડી રહ્યા છે. ત્યારે જરૂરથી ઇન્ડિયન આઇડલ 11નો આ એપિસોડ નેહા કક્કડ અને આદિત્યના ફેન્સ માટે ખાસ બની રહેવાનો છે તેમ લાગે છે.
First published: February 13, 2020, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading