વેડિંગ રિસેપ્શનમાં ખુબ નાચ્યો આદિત્ય નારાયણ, ભારતી-હર્ષ અને ગોવિંદાએ પ્રસંગમાં કર્યું ફૂલ એન્જોય

વેડિંગ રિસેપ્શનમાં ખુબ નાચ્યો આદિત્ય નારાયણ, ભારતી-હર્ષ અને ગોવિંદાએ પ્રસંગમાં કર્યું ફૂલ એન્જોય
રિસેપ્શનમાં પણ ખુબ નાચ્યો આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણ (Aditya Narayan) અને શ્વેતા અગ્રવાલનાં (Shweta Aggarwal)લગ્ન બાદ તેમનાં રિસેપ્શનનાં (Wedding Reception) એક બાદ એક ઘણાં વીડિયો સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખુબજ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) ને આખરે તેનો પ્રેમ મળી જ ગયો તેણે એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ (Shweta Aggarwal) સાથે લગ્ન કરી વર્ષ 2020ને યાદગાર બનાવી દીધું. તેને શ્વેતાની સાથે તેનાં 10 વર્ષથી વધુનાં સમયનાં રિલેશનને એક નામ આપી દીધુ છે અને એકબીજાનાં થઇ ગયા છે. તેમનાં લગ્નનાં વીડિયોઝ ધૂમ મચાવી રહ્યાં છે. વરઘોડો, જયમાળા અને લગ્ન બાદ હવે રિસેપ્શન (Wedding Reception)નાં વીડિયો સામે આવ્યાં છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

  આ વીડિયોમાં વરરાજા આદિત્ય નારાયણ (Aditya Narayan) અને તેનાં પિતા ઉદિત નારાયણ (Udit Narayan) ડાન્સ કરતાં નજર આવે છે. ઉદિત નારાયણ અને તેમની વાઇફ દીપાએ દિલવાલે દુલહનિયા લે જાયેંગેંનાં પોપ્યુલર સોન્ગ મેહંદી લગા કે રખના પર પરફોર્મન્સ કર્યું હતું. આદિત્યએ સલમાન ખાનનાં સોન્ગ 'તેરે ઘર આયા..' પર ડાન્સ કર્યો હતો. આદિત્યએ શ્વેતા સાથે ડાન્સ કર્યો હતો.

  પિતા ઉદિત નારાયણે પણ કર્યો મહેંદી લગા કે રખના.. સોન્ગ પર ડાન્સ
  આ વેડિંગ રિસેપ્શનમાં ગોવિંદા પણ તેનાં પરિવાર સાથએ પહોચ્યો હતો. ફંક્શનમાં ગોવિંદા, તેની પત્ની અને દીકરો પણ નજર આવ્યાં.
  વેડિંગ રિસેપ્શમાં કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા પણ નજર આવ્યાં. જેલમાંથી બહાર આવ્યા બાદ બંને પહેલી વખત એક સાથે સ્પોટ થયાં. બંનેએ રિસેપ્શનમાં ખુબ મસ્તી કરી. સાથે જ લોકોની સાથે ફોટો ક્લિક પણ કરાવી.
  આપને જણઆવી દઇએ કે, આદિત્ય નારાયણે 1 ડિસેમ્બરનાં તેની મંગેતર શ્વેતા અગ્રવાલ સાથે મંદિરમાં લગ્ન કર્યા શ્વેતા સાથે સાત ફેરા લીધા બાદ આદિત્ય ખુબ ખુસ છે. તેનું કહેવું છે કે, શ્વેતા સાથે લગ્ન કરવાં સપનું સાકાર થવા જેવું છે.
  Published by:Margi Pandya
  First published:December 03, 2020, 10:02 am

  ટૉપ ન્યૂઝ