આદિત્ય નારાયણે પત્ની શ્વેતાને Kiss કરતાં શેર કર્યો ફોટો, ભારતી સિંહે ઉડાવી મજાક

આદિત્ય નારાયણે પત્ની શ્વેતાને Kiss કરતાં શેર કર્યો ફોટો, ભારતી સિંહે ઉડાવી મજાક
(photo credit: instagram/@adityanarayanofficial)

આદિત્ય નારાયણે પત્ની શ્વેતા અગ્રવાલની સાથે એક ફોટો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહી છે. આ ફોટોથી માલૂમ થાય છે કે, આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલની સાથે વર્ષ 2021નાં કિસ ડે (Kiss Day 2021) ખુબજ સુંદર અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સિંગર અને ટીવી રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ'નાં હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan)એ ગત વર્ષે જ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal)નાં લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. પણ લગ્નનાં થોડા દિવસ પહેલાં જ આદિત્ય નારાયણે એક ખુલાસો કર્યો હતો જે આદિત્ય નારાયણે પત્ની શ્વેતા અગ્રવાલની સાથે તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહી છે. આ ફોટોથી માલૂમ થાય છે કે, આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે વર્ષ 2021નો કિસ ડે (Kiss Day 2021) ખુબજ સુંદર રીતે સેલિબ્રેટ કર્યો છે.

    (photo credit: instagram/@adityanarayanofficial)




    આદિત્ય નારાયણે તેની પત્ની શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal) સાથે આ રોમેન્ટિક તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં બંને એકબીજાને કિસ કરતાં નજર આવ્યાં છે. આ રોમેન્ટિક તસવીરને શેર કરતાં આદિત્ય નારાયણે ખુબજ મજેદાર કેપ્શન લખી છે. 'હેપી કિસ ડે.. જીવન ખુબજ નાનુ છે. તેથી કોઇને પ્રેમ કરવા માટે શોધી લો પછી દરરોજ કિસ લો અને કિસ આપો..'

    આદિત્ય નારાયણની આ ફોટો પર કોમેડી ક્વિન ભારતી સિંહે કમેન્ટ કરી છે.. ભારતીએ શ્વેતા અને આદિત્યની તસવીર પર લખ્યું છે કે, 'કોણ છે આ યુવતી..' ભારતીની કમેન્ટ પ રઘણાં યૂઝર્સે પ્રતિક્રિયા આપી છે. અને તેમણે ફની ઇમોજી પોસ્ટ કરી છે.

    આપને જણાવી દઇએ કે, આદિત્ય નારાયણે દસ વર્ષ સુધી શ્વેતાને ડેટ કરી હતી તે બાદ તેઓએ વર્ષ 2020માં લગ્ન કર્યાં. આ લગ્નમાં ઇન્ડસ્ટ્રીનાં ગણતરીનાં મહેમાન શામેલ થયા હતાં.
    Published by:Margi Pandya
    First published:February 14, 2021, 11:51 am

    ટૉપ ન્યૂઝ