આદિત્યનું નવું 'કાર'નામુ, રિક્ષા સાથે અકસ્માત, થઇ ધરપકડ

પોલીસે કહ્યું કે, આદિત્યની ધરપકડનાં ગણતરીનાં કલાકોમાં બેલ થઇ ગઇ હતી. તેને નુક્શાનીનાં વળતર રૂપે રિક્ષા ડ્રાઇવરને 10,000 રૂપિયા પણ આપ્યા હતાં.

News18 Gujarati
Updated: March 13, 2018, 4:41 PM IST
આદિત્યનું નવું 'કાર'નામુ, રિક્ષા સાથે અકસ્માત, થઇ ધરપકડ
પોલીસે કહ્યું કે, આદિત્યની ધરપકડનાં ગણતરીનાં કલાકોમાં બેલ થઇ ગઇ હતી. તેને નુક્શાનીનાં વળતર રૂપે રિક્ષા ડ્રાઇવરને 10,000 રૂપિયા પણ આપ્યા હતાં.
News18 Gujarati
Updated: March 13, 2018, 4:41 PM IST
મુંબઇ: ઉદિત નારાયણનાં દીકરા આદિત્ય નારાણણને વર્સોવા પોલીસે ધરપકડ કરી છે. આદિત્યએ એક રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો જેમાં રિક્ષામાં બેઠેલો એક યાત્રી ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે આદિત્ય પર ઇન્ડિયન પિનલ કોડ 279 અને 338 હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કર્યુ છે. આ ઘટના ગત એટલે કે સોમવારે સાંજે બની હતી.આદિત્ય નારાયણની થઇ ધરપકડ
પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણનાં દીકરા આદિત્ય નારાયણને વર્સોવા પોલીસે રિક્ષાને ટક્કર મારવાનાં આરોપમાં તેની ધરપકડ કરી હતી. ન્યૂઝ 18ને પોલીસે જણાવ્યાં પ્રમાણે, તેની ધરપકડનાં ગણતરીનાં કલાકોમાં બેલ થઇ ગઇ હતી. તેને નુક્શાનીનાં વળતર રૂપે રિક્ષા ડ્રાઇવરને 10,000 રૂપિયા પણ આપ્યા હતાં.


Loading...ગત વર્ષે પણ વિવાદોમાં ફસાયો હતો આદિત્ય નારાયણ
ગત વર્ષે એરપોર્ટ પર એક્સટ્રા લગેજ બાબતે તેનો એરલાઇન્સનાં ઓફિસર સાથે ઝઘડો થઇ ગયો હતો. અને તે તેમને ધમકી આપતો હતો. જેનો વીડિયો વાઇરલ થયો હતો. આદિત્યને એક્સ્ટ્રા લગેજ પર 13,000 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો જેનાં આદિત્યએ 10,000 રૂપિયા સુધી આપવા કહ્યું હતું. તેમજ એરલાઇન સ્ટાફને મનફાવે તેમ ગાળો પણ ભાંડી હતી. જે બાદ એરલાઇન સ્ટાફે કહ્યું હતું કે, જો તે માફી નહીં માંગે તો તેને સફર નહીં કરવામા દેવામાં આવે. ઘટના બાદ આદિત્યએ માફી માંગી લીધી હતી.

First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर