OMG...વરમાળા સમયે ફાટી ગયો હતો આદિત્યનો પાયજામો, પછી આવી રીતે ફર્યો ફેરા

OMG...વરમાળા સમયે ફાટી ગયો હતો આદિત્યનો પાયજામો, પછી આવી રીતે ફર્યો ફેરા
આદિત્યએ જણાવી લગ્ન સમયે બનેલી ઘટના

લગ્ન દરમિયાન એવી ઘટના બનતી હોય છે જે કોઇ ક્યારેય ભૂલે નહીં. આદિત્ય નારાયણે (Aditya Narayan) લગ્ન બાદ તેનાં લગ્ન સાથે જોડાયેલાં એવાં જ કિસ્સા શેર કર્યા હતાં. જેને એ શું તેની સાથે જોડાયેલાં પણ કોઇ ભૂલી નહીં શકે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઝ 2020ને ન ફક્ત કોરનો માટે નહીં પણ મીઠી યાદ રીતે પણ યાદ કરવાં ઇચ્છે છે. દિગ્ગજ સિંગર ઉદિત નારાયણ (Udit Narayan)નાં દીકરા આદિત્ય નારાયણ (Aditya Narayan)એ 1 ડિસેમ્બરનાં તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ (Shweta Aggrwal) સાથે લગ્ન કરી લીધા છે. આ સાથેજ તેમનાં માટે 2020નું વર્ષ યાદગાર બની ગયુ છે. પણ આ લગ્નમાં એવી ઘટના ઘટી છે જે આદિત્ય કે તેની સાથે જોડાયેલાં લોકો ક્યારેય ભૂલી ન શકે.

    આદિત્ય નારાયણ (Aditya Narayan)એ લગ્ન પહેલાં ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે સ્પોટબોયને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લગ્નમાં એક રોચક કિસ્સો બની ગયો છે. તેણે જણ્યું હતું કે, વરમાળા દરમિયાન જેમ તે શ્વેતાને જયમાળા પહેરાવા ગયો ત્યારે શ્વેતાનાં ભાઇઓએ તેને ઉઠાવી લીધી. જે બાદ તેનાં મિત્રોએ તેને ઉઠાવવા ઉપર કર્યો તો તેને પજામો ફાટી ગયો હતો. આદિત્યએ તે ઘટના યાદ કરતાં કહ્યું કે, એ તો સારુ હતું કે, તેનાં એક મિત્રનો પજામો તેનાં જેવો જ છો, આગળની રસ્મમાં તેણે તેનાં મિત્રનો પજામો પહેર્યો હતો.





    ઇન્ટરવ્યૂ દરમિયાન આદિત્યએ જણાવ્યું કે, તેણે અંધેરીમાં 5BHKનું ઘર લીધુ છે જે મારા પેરેન્ટ્સનાં ઘરથી ત્રણ બિલ્ડિંગ છોડીને છે. 3-4 મહિનામાં અમે ત્યાં શિફ્ટ થઇ જઇશું. પેરેન્ટ્સ અમારાથી થોડા કદમની દૂરી પર રહેશે. આદિત્યની માનીયે તો, તેણે આ ઘર તેનાં ઘણાં વર્ષોની બચતથી ખરીદ્યું છે.

    આ પણ વાંચો- KANGANA RANAUT: 'દાદી'નો કંગનાને જડબાતોડ જવાબ, કહ્યું- 'હું 13 એકર જમીનની માલકિન'

    આપને જણાવી દઇએ કે, આદિત્ય અને શ્વેતાએ 1 ડિસેમ્બરનાં જુહૂ સ્થિત ઇસ્કોન મંદીરમાં લગ્ન કર્યા હતાં. કોરોને કારણે લગ્નમાં બને પક્ષોનાં પરિવારનાં સભ્યો અને ગણતરીનાં મિત્રો સાથે કૂલ 50 લોકો જ હાજર હતાં.

    2 ડિસેમ્બરનાં આદિત્ય-શ્વેતાએ લગ્નનું રિસેપ્શન આપ્યું હતું. જેમાં ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા અને ગોવિંદા સહિત ઘણાં સેલિબ્રિટીઝ હાજર હતાં. સોશિયલ મીડિયા પર તેનાં લગ્ન અને રિસેપ્શનનાં ઘણાં વીડિયો વાયરલ થયા છે.
    Published by:Margi Pandya
    First published:December 03, 2020, 16:48 pm

    ટૉપ ન્યૂઝ