આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ

આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ
(AdityaNarayanOfficial/FB)

રણબીર કપૂર, કાર્તિક આર્યન,મનોજ બાજપેયી, આમિર ખાન, આર માધવન બાદ શનિવારે આ લિસ્ટમાં વધુ બે નામ જોડાઇ ગયા છે. આદિત્ય નારાયણ (Aditya Narayan) અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ (Shweta Agrwal)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ફેસબૂક પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશભરમાં કોરોના વાયરસ (CoronaVirus)નો બીજો વેવ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાની બીજી વેવથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થઇ રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ કોવિડ 19નો પ્રભાવ વધી ગયો છે. કારણ કે બોલિવૂડ કલાકારોમાં કોરના વાયરસનાં કેસ એક બાદ એક સામે આવી રહ્યાં છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન,મનોજ બાજપેયી, આમિર ખાન, આર માધવન બાદ શનિવારે આ લિસ્ટમાં વધુ બે નામ જોડાઇ ગયા છે. આદિત્ય નારાયણ (Aditya Narayan) અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ (Shweta Agrwal)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ફેસબૂક પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

  તેણે પોસ્ટમાં લખ્યું છે કે, 'તમામને નમસ્કાર, દુર્ભાગ્યથી, મારી પત્ની શ્વેતા અને મને કોરોના પોઝિટિવ આવ્યો છે. અને અમે હાલમાં હોમ ક્વૉરન્ટીન છીએ. કૃપ્યા આપ સૌ સુરક્ષિત રહો, પ્રોટોકોલનું પાલન કરો અને અમને તમારી પ્રાર્થનામાં રાખજો, આ સમય પણ વીતી જશે. ' પોસ્ટનાં અંતમાં તેણે લાલ રંગનાં દિલની ઇમોજી બનાવી છે.  કોરોનાની વેક્સીન આવ્યા બાદથી બોલિવૂડ ધીમે ધીમે તેનાં સામાન્ય કામકાજ તરફ વધી રહ્યું હતું તેણે રફતાર પણ તેજ કરી દીધી છે અને શૂટિંગ પણ શરૂ થઇ ગયા હતાં. પણ ગત કેટલાંક સમયમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યાં છે. અને ઘણાં બોલિવૂડ સ્ટાર્સ તેની ચપેટમાં પણ આવી ચુક્યા છે.

  આદિત્ય નારાયણે ગત એક વર્ષે એક ડિસેમ્બરનાં શ્વેતા અગ્રવાલ સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા હતાં. ખુબજ ધૂમધામથી પરિવાર અને કેટલાંક નજીકનાં લોકોની હાજરીમાં આદિત્ય નારાયણને તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે સાત ફેરા લીધા હતાં. જેનાં કેટલાંક વીડિયો અને તસવીરો ખુબજ વાયરલ થયા છે.

  (AdityaNarayanOfficial/FB)


  આ પહેલાં ખબર આવી હતી કે, રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12'નાં મેકર્સે શોનાં સ્થાયી હોસ્ટ આદિત્ય નારાયણને કેટલાંક સમયથી રજા આપી છે. ત્યાં સુધી આ શો એક્ટર જય ભાનુશાલી (Jay Bhanushali) હોસ્ટ કરશે.

  આ વાતની જાણકારી ખુદ જયે તેનાં સોશિયલ મીડિયા પેજ પર આપી હતી. જયે સેટની બે તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં તેણે લખ્યું હતું કે, 'ઇન્ડિયન આઇડલ 12'ને હોસ્ટ કર્યું. તમામ સ્પર્ધક અને જજની સાથે ઘણી મજા આવી. રેખીજીને મળવાની તક મળી. આ શનિવાર અને રવિવાર રેખાજીનાં ફેન્સને નામ. રેખાજીનાં ફેન્સને નામ છે. રેખાજી એ સેટ પર કમાલ કરી દીધુ.
  Published by:Margi Pandya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ