Home /News /entertainment /Adipurush: 'આદિપુરુષ'ના વિઝ્યુલ ઇફેક્ટ્સની ટીકા પર VFX કંપનીએ આપી સ્પષ્ટતા, કહ્યું- 'અમે નથી બનાવ્યા'

Adipurush: 'આદિપુરુષ'ના વિઝ્યુલ ઇફેક્ટ્સની ટીકા પર VFX કંપનીએ આપી સ્પષ્ટતા, કહ્યું- 'અમે નથી બનાવ્યા'

'આદિપુરુષ'ના વિઝ્યુલ ઇફેક્ટ્સ પર VFX કંપનીની સ્પષ્ટતા (photo : twitter)

Adipurush Visual Effects: 'આદિપુરુષ' પોતાના CG અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે ટ્રોલ થઈ રહી છે. દર્શકોને ફિલ્મના વિઝ્યુલ ઈફેક્ટ્સ પસંદ નથી આવી રહ્યા. ફિલ્મના VFXની ટીકા પર એક VFX કંપનીએ નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે.

    પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ છે. ટીઝર યુટ્યુબની ટ્રેન્ડીંગ લિસ્ટમાં ટોપ પર છે. જેને મિલિયન વખત જોવામાં આવ્યું છે. જ્યાં કેટલાક ફેન્સ ટીઝરના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો ટીઝરના VFX વિશે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. તે જ રીતે ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. હનુમાન અને રાવણના લુકને લઈને પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ ફિલ્મના 500 કરોડ રૂપિયાના બજેટ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

    આ દરમિયાન એક લીડીંગ VFX કંપનીએ એક નિવેદન બહાર પાડ્યું છે. ઈન્ટરનેટ અને ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 'આદિપુરુષ'નું સીજી અને સ્પેશિયલ ઈફેક્ટ કંપનીએ તૈયાર કર્યા છે. આ કંપનીનું નામ NY VFX છે. જોકે, કંપનીનું કહેવું છે કે તેમણે ફિલ્મના VFX તૈયાર કર્યા નથી.


    નથી બનાવ્યા 'આદિપુરુષ'ના VFX


    ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કંપનીનું નિવેદન શેર કર્યું છે. તેમાં લખ્યું હતું, “ VFX સ્ટુડિયો, NY VFXwallaએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આદિપુરુષના સ્પેશિયલ ઇફેક્ટ્સ અથવા CG માટે સાથે કામ કર્યું નથી અને કરી રહ્યા નથી. આ એક સત્તાવાર નિવેદન છે."

    આ પણ વાંચો: Adipurush : 700 કરોડની ટેમ્પલ રન,  ગેમ ઓફ થ્રોનની કોપી; આદિપુરુષના વિઝ્યુલ ઇફેક્ટ્સથી નિરાશ ફેન્સ


    મીડિયાના લોકો પૂછી રહ્યા હતા સવાલ

    નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે આને સત્તાવાર રીતે રેકોર્ડ કરી રહ્યા છે કારણ કે અમને મીડિયામાં કેટલાક લોકો દ્વારા તેના વિશે પૂછવામાં આવ્યું હતું.' તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રભાસ શ્રી રામના રોલમાં જોવા મળશે. જ્યારે કૃતિ સેનન સીતાના રોલમાં છે. સૈફ અલી ખાન લંકાપતિ રાવણ બન્યો છે. ત્યારે સની સિંહ શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણના રોલમાં જોવા મળી રહ્યો છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Kriti sanon, Prabhas, Saif ali khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन