Home /News /entertainment /Adipurush Release Date : મહાશિવરાત્રી પર Prabhas ના ફેન્સને મોટી ભેટ, 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ જાહેર
Adipurush Release Date : મહાશિવરાત્રી પર Prabhas ના ફેન્સને મોટી ભેટ, 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ જાહેર
પ્રભાસની ફિલ્મ આદિપુરૂષની રિલીઝ ડેટ જાહેર
Adipurush Release Date : પ્રભાસ (Prabhas), સૈફ અલી ખાન (Saif Ali Khan, કૃતિ સેનન (Kriti Sanon) અભિનીત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) ની રિલીઝ ડેટ જાહેર થતા ફેન્સ ઉત્સાહિત, પરંતુ જે લોકો આ વર્ષે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા તે થોડા નિરાશ
Adipurush Release Date : સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ફિલ્મ 'આદિપુરષ' (Adipurush) લાંબા સમયથી ચર્ચામાં છે. પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ચાહકોની આ રાહ પૂરી થઈ ગઈ છે. નિર્માતાઓએ આદિપુરુષની રિલીઝ ડેટ જાહેર કરી છે. ડિરેક્ટર ઓમ રાઉતે સોશિયલ મીડિયા દ્વારા આદિપુરુષની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. જે મુજબ આ ફિલ્મ મોટા પડદા પર 12 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. બીજી તરફ, જે ચાહકો આ વર્ષે ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ ચોક્કસપણે થોડા નિરાશાજનક સમાચાર છે.
આદિ પુરુષ પાસેથી ફેન્સને ઘણી આશાઓ છે, જે મોટા બજેટ સાથે બની રહી છે. ફેન્સ પહેલાથી જ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક છે. તાજેતરમાં જ કૃતિ સેનને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાણ કરી હતી કે, મહા શિવરાત્રીના (mahashivratri) અવસર પર આદિ પુરૂષને લઈને મોટી જાહેરાત કરવામાં આવશે. કૃતિ સેનને ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં ફિલ્મનો લોગો દેખાઈ રહ્યો હતો.
આ પોસ્ટરની સાથે મોટા અક્ષરોમાં 'અનાઉસમેન્ટ' લખવામાં આવ્યું હતું. આ પોસ્ટરને જોઈને ચાહકોની ઉત્તેજના પણ વધી ગઈ અને હવે મહા શિવરાત્રીના શુભ અવસર પર નિર્માતાઓએ બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ આદિપુરુષની રિલીઝ ડેટની જાહેરાત કરી. પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અભિનીત આ ફિલ્મ હવે 12 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે.
આદિપુરુષ ટી-સિરીઝનું નિર્માણ ભૂષણ કુમાર અને ક્રિષ્ન કુમાર, અને ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફિલ્સના રાજેશ નાયર દ્વારા કરવામાં આવ્યું છે અને તે 12 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. રામાયણની વાર્તા પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ (Prabhas Adipurush) પ્રભુ શ્રીરામ અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળશે જ્યારે સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળશે. ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ એ છે કે સૈફ અલી ખાને 'આદિપુરુષ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર