Home /News /entertainment /Adipurush Poster: રામ નવમી પર 'આદિપુરુષ' નું નવું પોસ્ટર રિલીઝ, પ્રભાસનો ધાંસૂ લુક જોઇને રહી જશો હક્કા-બક્કા
Adipurush Poster: રામ નવમી પર 'આદિપુરુષ' નું નવું પોસ્ટર રિલીઝ, પ્રભાસનો ધાંસૂ લુક જોઇને રહી જશો હક્કા-બક્કા
આ ફિલ્મમાં પ્રભાસની સાથે કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Adipurush Poster: રામ નવમીના શુભ અવસર પર (Ram Navami) બાહુબલી એક્ટર પ્રભાસ (Prabhas) અને બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન ( Kriti Sanon) સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અહીં જુઓ પોસ્ટ...
Adipurush Poster: ફિલ્મ 'આદિપુરુષ'ની (Adipurush) ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. રામાયણ પર આધારિત આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ જબરદસ્ત વિવાદોમાં ઘેરાઇ ગઈ હતી. ફિલ્મની સ્ટારકાસ્ટના લૂકથી લઈને તેના VFX (Adipurush VFX) સુધી ઘણો હોબાળો થયો હતો. દરમિયાન, રામ નવમીના ખાસ અવસર પર ડાયરેક્ટર ઓમ રાઉતે (Om Raut) ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ સાથે તેની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
ડાયરેક્ટર ઓમ રાઉતે આજે ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આમાં પ્રભાસ અને કૃતિ સેનન રામ સીતાના અવતારમાં જોવા મળી શકે છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'મંત્ર સે બઢકે તેરા નામ, જય શ્રી રામ'. આ સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. હિન્દી ઉપરાંત, લોકો તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ ફિલ્મ જોઈ શકશે. આ સાથે તેને IMAX અને 3D વર્ઝનમાં પણ રિલીઝ કરવામાં આવશે.
આદિપુરુષનું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું. આ જોયા બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કર્યુ. જોકે ઘણા ફેન્સે પણ તેને ખૂબ પસંદ કર્યું હતું. ટીઝરમાં VFXની મજાક ઉડાવવામાં આવી હતી. ઉપરાંત, લોકો સ્ટાર કાસ્ટના લુકથી ખુશ ન હતા. ઘણા લોકોએ તેને હાઈ બજેટ કાર્ટૂન ફિલ્મ પણ ગણાવી હતી.
સૈફ અલી ખાનના લુકને લઈને હોબાળો થયો
ટીઝરમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળ્યો હતો, પરંતુ તેના લુકે હંગામો મચાવ્યો હતો. ફિલ્મમાં દશાનનનો લુક દર્શકોને પસંદ આવ્યો ન હતો જેમાં રાવણને બઝ કટ દાઢી સાથે બતાવવામાં આવ્યો હતો. જોકે, એવા સમાચાર હતા કે લોકોના ગુસ્સાને જોતા મેકર્સે નિર્ણય લીધો છે કે તેઓ હવે રાવણનો લુક સંપૂર્ણપણે બદલી નાખશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર