Home /News /entertainment /'આદિપુરુષ'નો વિવાદ વકર્યો! પ્રભાસ અને સૈફઅલી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ

'આદિપુરુષ'નો વિવાદ વકર્યો! પ્રભાસ અને સૈફઅલી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ

ફિલ્મ 'આદિપુરુષ' એક્ટર્સ ફી

ફિલ્મ 'આદિપુરુષ'નં ટિઝર જોયા બાદ ભડકેલા લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટરથી શરૂ થયેલો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. જૌનપુરમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ પર કેસ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ રિલીઝ પહેલાં જ ફિલ્મ 'આદિપુરૂષ' ભયંકર વિવાદોની વચ્ચે ફસાઈ ગઈ છે. ટ્વિટર પર સતત વિરોધોનો સામનો કરી રહેલી આ ફિલ્મની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે. ફિલ્મના વિરોધ હેઠળ ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં ફિલ્મ નિર્માતા ઓમ રાઉત, અભિનેતા સૈફ અલી ખાન, પ્રભાસ સહિત પાંચ લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સિવિલ કોર્ટના વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે દાખલ કરાવી છે. જ્યાર બાદ ન્યાયિક મજિસ્ટ્રેટ આશુતોષ સિંહે ફિલ્મ નિર્માતા, અભિનેતા સહિત 5 લોકોની સામે ફરિયાદ કરી છે. ફરિયાદીના આધારે કોર્ટે 27 ઓક્ટોબરે સુનાવણીની તારીખ નક્કી કરી છે.

વસ્તવમાં, આ સંપૂર્ણ મામલો ફિલ્મનું ટિઝર લોન્ચ થયું ત્યારથી જ ગરમાયેલો છે. ટિઝર જોયા બાદ ઘણાં લોકોએ ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ લગાવ્યો છે. જૌનપુરના જોગિયાપુર વિસ્તારના રહેવાસી અને સિવિલ કોર્ટના વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે તેમના વકીલ ઉપેન્દ્ર વિક્રમ સિંહ મારફત કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મનું ટીઝર 5 ઓક્ટોબરે રિલીઝ થયું હતું. જયાર બાદ મારા સિવાય પણ ઘણાં લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

આ પણ વાંચોઃ ભાઈના જન્મદિવસ પર થયુ હતુ કિશોર કુમારનું નિધન, એ પછી અશોકકુમારે ક્યારેય નથી ઉજવ્યો બર્થડે

વેશભૂષાને લઈને થયો વિરોધ


તમને જણાવી દઈએ કે, અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભગવાન શ્રીરામચંદ્ર અને માતા સીતાને આપત્તિજનક અને અશોભનિય પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં અભિનેતા પ્રભાસ રામ અને કૃતિ સેનન સીતાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ત્યારે, સૈફ અલી ખાન રાવણ અને દેવદત્ત ગજાનન હનુમાનનું પાત્ર ભજવી રહ્યા છે. હનુમાને ચામડાંના વસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેના સિવાય એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે ફિલ્મ દ્વારા રાવણને યોગ્ય સાબિત કરશે. જેનાથી લોકોની લાગણી દુભાઈ છે.

Adipurush



આ પણ વાંચોઃ ઉર્ફી જાવેદે સંઘર્ષના દિવસો કર્યા યાદ, કહ્યું- 'ડરી ડરીને દિવસો પસાર કર્યા હતા'

 ટિઝરથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી



આ સિવાય ફરિયાદમાં એવો પણ આરોપ મુકવામાં આવ્યો છે કે, સૈફ અલી ખાનની આદિપુરુષનાં ટિઝરમાં ઘોષણા કરવામાં આવી છે કે આ ફિલ્મ વાલ્મિકી રામાયણ આધારિત છે. જ્યારે ફિલ્મના ટિઝર જોયા બાદ તે સ્પષ્ટ થઈ ગયું કે તે હકીકતથી સાવ અલગ છે. આદિપુરુષનાં માધ્યમથી આસ્થાને ઠેસ પહોંચી છે. જેનાથી લોકોની શાંતિ ભંગ થવાની સાથે જ એકતા, અખંડતાને પણ પ્રભાવ પડી રહ્યો છે. એટલું જ નહીં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે હિન્દુ દેવી-દેવતાઓ પર વિવાદિત ફિલ્મ બનાવ્યા સિલાય આરોપીઓ પાસે બીજો કોઈ મુદ્દો નથી બચ્યો. તેથી અરજી હેઠળ કોર્ટમાંથી ફિલ્મ નિર્માતા, અભિનેતા સહિત પાંચ આરોપીઓ સામે વિભિન્ન ધારાઓ લગાવીને સજાની માંગ કરવામાં આવી છે.
First published:

Tags: Bollywood Film, Complain, Saif ali khan