Home /News /entertainment /

'નાગિન 3' માં આ લોકપ્રિય એકટરની થશે એન્ટ્રી, શોમાં આવ્યું નવુ ટિવસ્ટ

'નાગિન 3' માં આ લોકપ્રિય એકટરની થશે એન્ટ્રી, શોમાં આવ્યું નવુ ટિવસ્ટ

'નાગિન-3' શો માં લોકપ્રિય એકટર દબંગ પોલીસ અધિકારીનો રોલ ભજવશે

    કલર્સ પર આવનાર શો 'નાગિન -3'  દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શોમાં સુરભી જ્યોતિ અને અનીતા હસનંદાનીનો રોલ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. છેલ્લા એપિસોડમાં બેલા અને વિશે રેહાનને મારી નાખ્યો હતો. હવે તે અન્ય લોકોના મોતની યોજના બનાવી રહ્યા છે. હવે શોમાં એક નવા વ્યક્તિની એન્ટ્રી થઇ રહી છે, જેની સાથે શોમાં એક નવું ટ્વિસ્ટ પણ આવી શકે છે.

    એવા સમાચાર આવી રહ્યા છે કે લોકપ્રિય ટીવી ઍક્ટર અધવિક મહાજન 'નાગિન -3' ના આવનારા એપિસોડમાં દેખાશે. આ વિશે વાત કરતા અધવિકે કહ્યું હતું કે, 'હું પહેલીવાર એક એસ.પીની ની ભૂમિકા ભજવી રહ્યો છું, જે એક દબંગ પોલીસ ઓફિસર છે.' વધુમાં કહ્યુ કે હુ નવા શો માટે ખુબ જ આતુર છું અને તે એકતા કપૂરનો શો છે, તેઓ ભારતીય ટેલિવિઝનની લેડી બોસ છે. જેની સાથે હું એક લાંબા સમય સુધી કામ કરવા માંગુ છું.''



    Follow One Course Until Successful - FOCUS 😎 (even while clikin selfie😬)


    A post shared by Adhvik (@adhvik_official) on






    અધવિકે તેની સોશિયલ મીડિયા હેન્ડલ પર તેનો નવો લૂક પણ શેર કર્યો છે. અધવિકે કેપ્શનમાં લખ્યુ, હું ખાખી વસ્ત્રો પહેરવા જઇ રહ્યો છું. પ્રતિષ્ઠિત ખાખીનું અલગ જ મહત્વ છે, ત્યા સુધી કે તે માત્ર સ્ક્રીન પર જ કેમ નથી.




    અધવિકે કહ્યું, '' અહીં ખુબ જ શીખવાનું છે અને પોલીસ જવાનોને ખૂબ જ શીખવા મળશે. તેઓ રાત દિવસ, નાગરિકોને સુરક્ષિત રાખવા બલિદાન આપે છે તે ખુબજ પ્રસંશનીય છે. આપણે તેમના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. હું ખુબ જ ભાગ્યશાળી છુ કે હુ આ રાઉન્ડમાં પૂરા ન્યાય સાથે પ્રયત્ન કરીશ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Naagin

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन