Home /News /entertainment /

અધુના અખ્તરનાં સલૌનની ચેન 'બી બ્લંટ'ની ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યા, 2ની ધરપકડ

અધુના અખ્તરનાં સલૌનની ચેન 'બી બ્લંટ'ની ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યા, 2ની ધરપકડ

16 માર્ચનાં રોજ બંને આરોપીઓએ કીર્તિની  તેમની કારમાં જ હત્યા કરી નાખી હતી

16 માર્ચનાં રોજ બંને આરોપીઓએ કીર્તિની  તેમની કારમાં જ હત્યા કરી નાખી હતી

    મુંબઇ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનાં એક કેસ ઉકેલી લીધો છએ જેમાં અધુના અખ્તરનાં સલૂનની ચેન બી બ્લંટની ફાઇનાન્સ મેનેજર કીર્તી વ્યાસ થોડા અઠવાડિયાથી ગૂમ થઇ ગઇ હતી. આ કેસથી જોડાયેલાં મોટા સમાચાર સામે આવ્યા છે કીર્તી હવે જિવીત નથી તેની હત્યા થઇ હતી.

    50 દિવસથી ગૂમ હતી કીર્તિ
    કીર્તિ વ્યાસ છેલ્લા 50 દિવસથી ગૂમ હતી. તેણે છેલ્લે 16 માર્ચનાં રોજ જોવામાં આવી હતી. જ્યારે તેની સાથે કામ કરનારા બે કર્મચારીઓએ તેને ગ્રાન્ટ રોડ સ્ટેશન  પર છોડી હતી. તે દિવસ બાદ કીર્તિનો કોઇ પત્તો ન હતો. પણ હવે તેનાં મોતની કડી મળી ગઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં કીર્તિની સાથે જ કામ કરનારા બે સહયોગીઓ સિદ્ધેશ તામ્હણકર અને ખુશી પર હત્યાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે 16 માર્ચનાં રોજ બંને આરોપીઓએ કીર્તિની  તેમની કારમાં જ હત્યા કરી નાખી હતી.

    11 મે સુધી પોલીસ અટકાયતમાં બંને આરોપી
    આ મામલાની તપાસ કરી રહેલાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મહત્વનાં પુરાવા મળ્યા બાદ આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. શિવારે કોર્ટે બંને આરોપીઓને 11 મે  સુધી પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. પોલીસનું કહેવું છે કે, 'હત્યા કરાઇ તે દિવસે આરોપી તેની કારથી કીર્તિને મળવા ગયા હતા બંનેએ તેને વાત કરવા માટે મનાવી  હતી જેથી તેમનાં વચ્ચે કોઇ ગેરસમજણ ન રહે. પોલીસનું માનવું છે કે, કીર્તિની હત્યા કારમાં જ થઇ હતી જે બાદ તેની લાશ ઠેકાણે પાડવામાં આવી હતી.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Farhan Akhtar, Murdered

    આગામી સમાચાર