ન્યૂઝ18 ગુજરાતી: રેવ પાર્ટીની આડમાં ચાલી રહેલાં સેક્સ રેકેટનો શુક્રવારે પોલીસે ખુલાસો કર્યો. આ હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી એક્ટ્રેસિસ પણ શામેલ હતી. આ ખુલાસો મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં થઇ રહેલી એક રેવ પાર્ટીમાં થયો જ્યાં મુંબઇની પાસે અલીબાગમાં નશીલા ડ્રગ્સની સાથે આ પ્રકારની પાર્ટી ચાલી રહી હતી.
આજતકમાં આવેલી ખબર અનુસાર, રેવ પાર્ટીમાં સેક્સ રેકેટનો ત્યારે ખુલાસો થયો જ્યારે બે સિક્યોરિટી ગાર્ડે રાયગઢ પોલીસને આ અંગે માહિતી આપી. માહિતી અનુસાર, પોલીસને માલૂમ થયુ કે અલીબાગ પાસે બંગલા અને રિસોર્ટમાં સેક્સ રેકેટ બિન્દાસ ચાલે છે. આ બંગલામાં રેવ પાર્ટીઓ પણ થાય છે.
જે કોઠીમાં રેવ પાર્ટી ચાલતી હતી ત્યાં એક પ્રખ્યાત બિઝનેસમેન પણ હાજર હતો. ગાર્ડે બે દલાલોનાં નંબર પણ પોલીસને આપ્યા હતાં. જેની સુચનાને આધારે પોલીસે દલાલ અને પાર્ટી કરનારા પર સકંજો કસ્યો હતો. તે બંને દલાલથી સંપર્ક થયા બાદ ત્યાં બે બંગલામાં થઇ રહેલી રેવ પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી.
આ પાર્ટીમાં સાત બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક્ટ્રેસ દેહ વેપારમાં શામેલ હતી. અહીંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અરેસ્ટ કરવામાં આવેલાંમાં ડ્રગ્સની સપ્લાય કરનારા ડ્રગ પેડલર્સ પણ શામેલ છે. પકડાયેલાં આરોપીઓ પાસે 28 ગ્રામ કોકીન પણ મળ્યું હતું.