અભિનેત્રી વિજયા નિર્મલાનું નિધન, બનાવી ચુકી છે સૌથી વધુ ફિલ્મ બનાવવાનો રેકોર્ડ

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી વિજયા નિર્મલાએ હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા, વિજયા નિર્મલા 73 વર્ષની હતી અને થોડા સમયથી બીમાર હતી.

News18 Gujarati
Updated: June 27, 2019, 12:21 PM IST
અભિનેત્રી વિજયા નિર્મલાનું નિધન, બનાવી ચુકી છે સૌથી વધુ ફિલ્મ બનાવવાનો રેકોર્ડ
જાણીતી એક્ટ્રેસ વિજયા નિર્મલાનું 73 વર્ષની ઉમરે નિધન થયું.
News18 Gujarati
Updated: June 27, 2019, 12:21 PM IST
દક્ષિણ ભારતની એક જાણીતી અભિનેત્રી-દિગ્દર્શક વિજય નિર્મલાનું 73 વર્ષની ઉમરે નિધન થયું છે. ગુરુવાર તેમણે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં તેમણે એક મહાન સિદ્ધિ મેળવી છે. વર્ષ 2002માં તે સૌથી વધુ ફિલ્મ બનાવનાર મહિલા નિર્દેશન બની ગઇ.

તેલુગુ સિનેમામાં તેનું યોગદાન ખૂબ મોટું છે. 2008માં તેલુગુ સિનેમામાં યોગદાન બદલ તેમને રાઘુપતી વેંકૈયા પુરસ્કાર એનાયત કરાયો હતો. તેણી દક્ષિણ ભારતની તે બે મહિલા દિગ્દર્શકોમાંની એક છે જેમણે દક્ષિણના સુપરસ્ટાર શિવાજી ગણેસનને માર્ગદર્શન આપ્યું હતું.

એક સારા કરિયર તરીકે શરુઆત

Vijaya nirmala husband Krishna
વિજય નિર્મલાએ એક એકટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમના બીજા પતિ અભિનેતા કૃષ્ણ સાથે 47 ફિલ્મોમાં કામ કર્યું. તેમની કારકિર્દીમાં તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા કૃષ્ણ દક્ષિણ ભારતના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા છે.

આ રીતે તે સાવકી માતા રહી. મહેશ બાબુ ઉપરાંત તેમના મોટા પુત્ર નરેશ પણ એક અભિનેતા છે.
Loading...

Mahesh Babu Wedding Photo

તેમ છતાં તેણે ક્યારેય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું નથી, પણ તેને તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમા, ટીવી અને થિયેટરમાં કામ કર્યું છે.

એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ સાથે સંબંધ હોવા છતાં તેમણે ટીવી ડેબ્યૂ 'પેલ્લી કનુકા' નામની સીરિયલથી કર્યુ હતુ. ત્યારબાદ તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને લગભગ 15 ફિલ્મોનું નિર્માણ કર્યુ.
First published: June 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...