Home /News /entertainment /

પાક. અભિનેત્રીઓનો ભારત વિરુદ્ધ મોરચો, PM મોદીને કહ્યું-'We Will Surpise You'

પાક. અભિનેત્રીઓનો ભારત વિરુદ્ધ મોરચો, PM મોદીને કહ્યું-'We Will Surpise You'

વીણા મલિક - અર્મીના ખાન

પુલવામામાં ભારતીય જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: પુલવામામાં ભારતીય જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાએ ‘Air Strike’ કરી પાકિસ્તાની આતંકી કેમ્પ નષ્ટ કર્યા છે. ત્યારે આ કાર્યવાહીથી તમામ ભારતીય ખુશ છે. બોલિવૂડ સ્ટાર્સ પણ ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાની અભિનેત્રી અર્મીના ખાને ચોંકાવનારું રિએક્શન આપ્યું છે.

    અર્મીનાએ બોલિવૂડ સ્ટાર્સની ટિકા કરતાં ટ્વિટર પર લખ્યું કે, આ બધા એક્ટર્સે શાંતિની વાત કરવી જોઇએ, પરંતુ તે બધા યુદ્ધને પ્રમોટ કરી રહ્યાં છે. અર્મીનાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મારું મન ભારે છે. મને મારી ચારેય બાજુ દ્વેષ અને ખૂન-ખરાબા જ નજરે પડે છે. આખરે માણસાઇ ક્યાં જઇ રહી છે?



     અર્મીનાએ એક તસવીર શેર કરતાં લખ્યું કે, મેં જોયું છે કે યુદ્ધ શું કરી શકે છે. વિશ્વાસ કરો કે તમે આની માગ નહીં કરો જ્યારે તમે આનું લોહીયાળ અને ડરામણું રૂપ જોશો. યુદ્ધમાં આપણે માણસાઇ ગુમાવી દઇએ છીએ.

     ત્યાં જ, પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે પીએમ મોદી તરફ ઇસારો કરતાં ટ્વિટ કર્યું કે, જેને તમે પૂરી ન કરી શકો, તેવી શરૂઆત ન કરવી જોઇએ. આ ટ્વિટમાં તેણે પીએમ મોદીને પણ મેન્શન કર્યા છે.



     આ ઉપરાંત વીણાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાય ભારત વિરોધી ટ્વિટ કર્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Air Strike, Armeena khan, Reply, Veena malik, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन