Home /News /entertainment /Vaani Kapoor: 2022નો સૌથી બોલ્ડ Video તમે જોયો કે નહીં! આ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો
Vaani Kapoor: 2022નો સૌથી બોલ્ડ Video તમે જોયો કે નહીં! આ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો
Photo: @_vaanikapoor_ Instagram
વાણીએ આ વિડીયોમાં અત્યાર સુધીનો સૌથી વધુ રિવલિંગ ડ્રેસ પહેર્યો છે. તે આ વિડીયોમાં બોલ્ડ અદા દેખાડતી જોવા મળે છે. વાણી કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સૌથી બોલ્ડ વિડીયો (Vaani Kapoor Photoshoot) પોસ્ટ કર્યો હતો.
ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર (Vaani Kapoor) હંમેશા ચર્ચામાં રહે છે. વાણીએ પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો (Vaani Kapoor Movies)માં કામ કર્યું છે. તે પોતાની એક્ટિંગની સાથે સાથે બોલ્ડ અંદાજ માટે પણ ફેમસ છે.
તે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય છે અને અવારનવાર પોતાના ફોટા - વિડીયો પોસ્ટ કરતી રહે છે. ત્યારે તેનો એક બોલ્ડ વિડીયો (Vaani Kapoor Video Viral) અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
વાણીએ આ વિડીયોમાં અત્યાર સુધીનો સૌથી વધુ રિવલિંગ ડ્રેસ પહેર્યો છે. તે આ વિડીયોમાં બોલ્ડ અદા દેખાડતી જોવા મળે છે. વાણી કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સૌથી બોલ્ડ વિડીયો (Vaani Kapoor Photoshoot) પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તેણે ડીપ નેક ડ્રેસ પહેર્યો છે, આ ડ્રેસ શરીરને હિપ્સ સુધી ઢાંકી રહ્યો છે અને નેટ લટકી રહી છે. બીજી તરફ તે પણ થાઇ સ્લિટ છે. અભિનેત્રી મોસ્ટ એક્સપોઝિંગ ડ્રેસમાં ફોટોશૂટ માટે પોઝ આપતી જોવા મળે છે, ક્યારેક પગ ઊંચા કરતી, તો ક્યારેક હોટ લૂક દેખાડતી જોવા મળે છે. વાણી કપૂરનો લેટેસ્ટ વિડીયો (Vaani Kapoor Latest Video) જોઇને ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.
વાણી કપૂરે (Vaani Kapoor Bold Video) પોતાના સૌથી બોલ્ડ ફોટોશૂટ માટે ગ્લોસી ન્યૂડ મેકઅપ કર્યો છે. તેણે લાઈટ કર્લ્સ આપીને વાળ ખુલ્લા રાખ્યા છે. વાણીનો આઇ મેકઅપ એટલો ખૂબસૂરત છે કે તેની આંખોમાં કોઈ પણને ડૂબવાનું મન થઇ શકે. વાણી કપૂરનો આ વિડીયો વર્ષ 2022નો સૌથી બોલ્ડ વિડીયો કહી શકાય. આ વિડીયો ચાહકોને ખૂબ જ ગમ્યો છે. વિડીયો પોસ્ટ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં અઢળક લાઈક્સ મળી છે. ચાહકોએ આ પોસ્ટ પર કૉમેન્ટ્સનો વરસાદ કર્યો છે.
છેલ્લે શમશેરામાં જોવા મળી હતી વાણી કપૂર
અહીં ઉલ્લેખનીય છે કે, વાણી કપૂરે ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 'બેફિક્રે', 'બેલ બોટમ', 'ચંદીગઢ કરે આશિકી' જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. વાણી છેલ્લે રણબીર કપૂરની સામે ફિલ્મ 'શમશેરા'માં જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર