Home /News /entertainment /

#Photos : નુસરત જહાં અને મિમીએ ઉજવી 'ભાઇ ફોન્ટા'

#Photos : નુસરત જહાં અને મિમીએ ઉજવી 'ભાઇ ફોન્ટા'

નૂસરત જહાં

    એક્ટ્રેસથી નેતા બનેલી નુસરત જહાં (Nusrat Jahan) અને મિમી ચક્રવર્તી (Mimi Chakraborty) એ પશ્ચિમ બંગાળીની રાજધાનીના એક વૃદ્ધાશ્રમમાં કરી ભાઇ ફોંટાની ઉજવણી. પશ્ચિમ બંગાળમાં ભાઇબીજને ભાઇ ફોંટા કહેવાય છે. નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીના સાંસદ છે.
    સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો નુસરતની ભાઇ ફોંટા મનાવાની રીતના વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે હું તે કહેવા માંગુ છું કે નુસરત જહાં તમામ ધર્મોથી ઉપર છે. તે ધર્મને સારી રીતે સમજે છે. ધર્મનો ઉદ્દેશ અલગ અલગ સમુદાયને જોડવાનો છે નહીં. પ્રેમ બાંટવો જોઇએ.



    તમને જણાવી દઇએ કે દિવાળી પછી ભાઇબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ભાઇ અને બહેન વચ્ચેનો ખાસ તહેવાર છે. જેમાં બહેન ભાઇની આરતી કરી છે. તેના માથે તિલક લગાવે છે. ભાઇ બીજને પશ્ચિમ બંગાળમાં ભાઇ ફોંટા કહેવાય છે. તો મહારાષ્ટ્રમાં તેને ભાઉ બીજ કહેવાય છે. વળી બીજી તરફ નુસરત જહાં હંમેશા સોશિયલ મીડિયામાં પર એક્ટિવ રહે છે. અને તે પોતાની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે.

    હાલમાં જ તેને દિવાળી અને તે પહેલા દુર્ગાપૂજાની તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી હતી. જો કે ત્યારે તે મુસ્લિમ હોવાથી આ રીતે હિંદુ ધર્મના તહેવારોની પૂજા કરવા મામલે વિવાદ થયો હતો. જો કે તેણે આ વાતનો જવાબ પણ આપ્યો હતો કે તે માનવતાને સૌથી મોટો ધર્મ માને છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Nusrat Jahan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन